અમેરિકન ટેક કંપની એપલ આ અઠવાડિયે iPhone SE 4 લોન્ચ કરવા જઈ રહી છે. આ ડિવાઇસ ફુલ-સ્ક્રીન ડિઝાઇન સાથે આવશે અને તેમાં ટચ આઈડીને બદલે ફેસ આઈડી હશે. આનો અર્થ એ થયો કે એપલ હવે હોમ બટનવાળા કોઈપણ નવો આઇફોન વેચશે નહીં. પ્રથમ આઇફોનના લોન્ચ પછી આવું પહેલી વાર થવાનું છે. આ રીતે 18 વર્ષ પછી iPhone માંથી ટચ આઈડી ફીચર બંધ થવા જઈ રહ્યું છે.


હોમ બટન સૌપ્રથમ 2007માં રજૂ કરવામાં આવ્યું હતું


આઇફોનની સાથે જ 2007માં હોમ બટનની શરૂઆત થઇ હતી. લગભગ 5 વર્ષ પછી iPhone 5s સાથે ટચ આઈડી ફિંગરપ્રિન્ટ ઓન્થેટિકેશન મળ્યું હતું. આ પછી 2017 માં iPhone X ફેસ આઈડી ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો અને ત્યારથી એપલે આ ફીચરને તબક્કાવાર બંધ કરવાનું શરૂ કર્યું હતું.


iPhone SE 4 નવી ડિઝાઇન સાથે લોન્ચ થશે


iPhone SE iPhone 8ના જૂના લૂક સાથે આવે છે. તેમાં હોમ બટન, લાઈટનિંગ પોર્ટ છે. નવો લોન્ચ થયેલો iPhone SE 4 એક નવા લૂક સાથે આવશે. આમાં ફેસ આઈડી સાથે iPhone 14 અને iPhone 16 ના ફીચર્સ ઉપલબ્ધ થશે. એવું માનવામાં આવે છે કે તે 6.1-ઇંચ OLED ડિસ્પ્લે, USB-C પોર્ટ અને પાછળના ભાગમાં 48MP સિંગલ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં એપલનું ઇન-હાઉસ 5G મોડેમ, A18 ચિપ અને 8GB રેમ હોવાની અપેક્ષા છે. તે એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ સાથે આવશે.


આ સંભવિત કિંમત હોઈ શકે છે


એવી અટકળો છે કે આ વખતે ભારતમાં ગ્રાહકોને iPhone SE 4 માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. iPhone SE 3 ભારતમાં 2022માં લગભગ 43,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વખતે iPhone SE 4 ની કિંમત 49,900 રૂપિયા સુધી વધી શકે છે. જોકે, કંપની દ્વારા તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.                                                                         


આ સપ્તાહ Appleના iPhone SE 4 સહિત આ શાનદાર પ્રોડક્ટસ પણ થશે લોન્ચ, જાણો ડિટેલ