iPhone Security: ટેક દિગ્ગજ એપલના આઇફોન અત્યારે માર્કેટમાં સૌથી મોંઘા સ્માર્ટફોનમાં સામેલ છે, કેમ કે એપલ આઇફોનની સિક્યૂરિટી સૌથી સ્ટ્રૉન્ગ માનવામાં આવે છે, પરંતુ તમને ખબર છે કે આજકાલ હેકર્સ ગૃપ હવે આઇફોનને પણ આસાનીથી ટાર્ગેટ કરી શકે છે. આથી હવે આઇફોન યૂઝર્સે પણ ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમે iPhone યૂઝર છો તો ફોન પર આવતા મેસેજને ધ્યાનથી વાંચો અને પછી જ તેનો રિપ્લાય અથવા કોઈપણ એટેચમેન્ટ ઓપન કરો. જો તમે તમારી આંખો બંધ કરીને કોઈપણ મેસેજ ઓપન કરો છો, તો તમારો iPhone હેક થઈ શકે છે. હા, હેકર્સ આઇફોન પર એક માલવેર ઇન્સ્ટૉલ કરી રહ્યા છે અને યૂઝર્સને આને વિશે હજુ સુધી કોઇપણ જાણ નથી થઇ રહી.
કોઇપણ જાતની વાતચીત વિના સીધો જ મોકલવામા આવી રહ્યો છે માલવેર -
સાયબર સિક્યૉરિટી કંપની કેસ્પરસ્કીને આ માલવેર વિશે ત્યારે ખબર પડી જ્યારે કંપની પોતાના વાઈફાઈ નેટવર્કને ચેક કરી રહી હતી. કંપનીને જાણવા મળ્યું કે કેટલાય કર્મચારીઓને આઇફોન પર એક મેસેજ મળ્યો છે જેમાં માલવેર છુપાયેલો છે અને તેને ઓપરેશન ટ્રાયેન્ગ્યૂલેશનના નામે યૂઝર્સને મોકલવામાં આવી રહ્યો છે. યૂઝર મેસેજમાં મોકલેલા એટેચમેન્ટને ઓપન કરતાંની સાથે જ ડિવાઈસમાં વીકનેસ આવવા લાગે છે, અને આઈફોન હેક થઈ જાય છે. ફોનમાં માલવેર ઈન્સ્ટૉલ થતા જ ફોનમાં આવેલો મેસેજ ઓટૉમેટીક ડિલીટ થઈ જાય છે.
માલવેર આઇફોન યૂઝરની ડિટેલ્સ ચોરીને તેને રિમૉટ સર્વર પર મોકલે છે, ત્યારબાદ હેકર્સ આ માહિતીનો લાભ ઉઠાવીને લોકોને મૂર્ખ બનાવે છે. કેસ્પરસ્કી કંપની પણ આ એટેકથી પ્રભાવિત થઈ છે કે નહીં તે અંગે પણ કોઈ માહિતી નથી.
તમે ના કરો આ ભૂલો -
એવી કોઇપણ લિંક ક્યારેય ઓપન ના કરશો, જે તમને ખબર ન હોય અથવા તે શંકાસ્પદ લાગે.
હંમેશા તમારે સૌથી પહેલા મેસેજ મોકલનારની ડિટેલ્સ ચકાવવી જરૂરી છે, જો તમને લાગે કે સેન્ડર અજાણ્યો છે, તો તરત જ જાણ કરો અને મેસેજને બ્લૉક કરો.
ફોનમાં રહેલી તમામ થર્ડ પાર્ટી એપ્સને અપડેટ કરતા રહો જેથી કરીને તમારી સાથે છેતરપિંડીની ઘટના ના ઘટે.
એન્ડોઈડ એટલે શું? કેમ છે હેકર્સનું સોફ્ટ ટાર્ગેટ? ફિમેલ વર્ઝનને શું કહેવાય?
ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન સૌથી વધુ ખરીદાય છે અને વેચાય છે. તેનું મુખ્ય કારણ તેમની પોષાય તેવી કિંમત છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન 6,000 રૂપિયાથી શરૂ થાય છે અને 1.5 લાખ રૂપિયા સુધી તેની કિંમત જાય છે. કિંમત પ્રમાણે તેમાં અલગ-અલગ ફીચર્સ ઉપલબ્ધ છે. તમારી પાસે અથવા તમારા પરિવારની કોઈ વ્યક્તિ પાસે Android સ્માર્ટફોન લગભગ હશે જ. પરંતુ શું તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો અર્થ જાણો છો? જો નહીં, તો આજે તેના વિશે જાણી લો.
એન્ડ્રોઇડનો અર્થ શું છે?
એન્ડ્રોઇડ એ જેન્ડર સ્પેસિફિક છે અને તેનો અર્થ એવો માનવી છે કે જેનો દેખાવ પુરૂષ રોબોટ જેવો દેખાય છે. જો આપણે તેના સ્ત્રી સંસ્કરણ વિશે વાત કરીએ, તો તેને જીનોઇડ કહેવામાં આવે છે. એટલે કે Gynoid રોબોટ બિલકુલ સ્ત્રીઓ જેવો દેખાય છે. તેનો ઉપયોગ ફિલ્મ, કલા અને વિજ્ઞાનમાં થાય છે. એન્ડ્રોઇડના ઘણા વર્ઝન અત્યાર સુધી આવી ગયા છે અને હાલ લેટેસ્ટ એ એન્ડ્રોઇડ 14 છે જે ઓગસ્ટમાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે. ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવે છે. કંપનીએ 23 સપ્ટેમ્બર 2008ના રોજ પ્રથમ કોમર્શિયલ એન્ડ્રોઇડ વર્ઝન (એન્ડ્રોઇડ 1.0) બહાર પાડ્યું હતું.
આ બીજી લોકપ્રિય OS સિસ્ટમ છે
એન્ડ્રોઇડ સિવાય બીજી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ IOS છે જે Apple દ્વારા બનાવવામાં આવી છે અને તે iPhonesમાં જોવા મળે છે. પહેલું iOS 2007માં લોંચ કરવામાં આવ્યું હતું. હાલમાં તેનું લેટેસ્ટ વર્ઝાન IOS 16 છે અને Appleનો લેટેસ્ટ iPhone હવે iPhone 14 છે જે કંપનીએ ગયા વર્ષે લોન્ચ કર્યો હતો. હવે ટૂંક સમયમાં કંપની કેટલાક મોટા ફેરફારો સાથે બજારમાં iPhone 15 લોન્ચ કરવા જઈ રહી છે.
Android કરતાં iOS વધુ સુરક્ષિત
એન્ડ્રોઇડ કરતાં iOS વધુ સુરક્ષિત છે કારણ કે, તે એક ક્લોસ નેટવર્ક છે અને કોઈ સરળતાથી તેમાં પ્રવેશ કરી શકતું નથી. જ્યારે એન્ડ્રોઇડ એક ઓપન નેટવર્ક છે, જેના કારણે તે હેકર્સ અને સાયબર અપરાધીઓનો સોફ્ટ ટાર્ગેટ બનેછે.