iPhone Users Tricks: આઇફોન યૂઝર્સ એન્ડ્રોઇડ યૂઝર્સ કરતાં અલગ હોય છે, કેમ કે બન્ને હેન્ડસેટમાં યૂઝર્સને અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું હોય છે. એન્ડ્રોઇડ યૂઝર્સને તમામ ફેસિલિટી ગૂગલ આપે છે, તો વળી, આઇફોન યૂઝર્સને એપલ પોતાની ખુદની ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરવાની પરમિશન આપે છે. જો તમે આઇફોન યૂઝર્સ છો, તો તમારે કેટલીક ખાસ કીના ઉપયોગ વિશે જાણી લેવું જરૂરી છે, જેનાથી તમારું કામ આસાન થઇ જાય છે. iPhoneમાં શોર્ટકટ્સ નામની એપ ઉપલબ્ધ છે, જે ખૂબ જ ઉપયોગી છે. આમાં ઘણીબધી એવી ફેસિલિટી છે જે તમારા એક્સપીરિન્યસને પુરેપુરો બદલી નાખશે. આજે અમે તમને એવી જ કેટલીક ખાસિયતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


લૉ પાવર મૉડ - 
શું તમે જાણો છો કે ઘરની બહાર નીકળતા જ તમારો iPhone લૉ પાવર મૉડમાં ચાલુ થઈ જશે, અને તેનાથી તમારી બેટરી બચશે. આ વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. આ ફિચરને ઓન કરવા માટે પહેલા શૉર્ટકટ એપ પર જાઓ, અને પછી ઓટોમેશન પર આવો. અહીં પર્સનલ ઓટૉમેશન બનાવો અને પછી 'લીવ' પર ક્લિક કરો, અને તમારા ઘરનું પ્લેસ સિલેક્ટ કરો. આ પછી ઍડ ઍક્શન પર ટૅપ કરો અને લૉ પાવર મૉડ ઑન કરો. આમ કરવાથી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો, ત્યારે તમારો આઈફોન લૉ પાવર મૉડમાં ઓટોમેટિક ચાલુ થઈ જશે.


ચાર્જિંગ સાઉન્ડ - 
ચાર્જિંગ સાઉન્ડ મૉડ પણ એક ખાસ ફેસિલિટી છે, જ્યારે પણ તમે તમારા iPhoneને ચાર્જ કરો છો, ત્યારે તે 'ચાર્જિંગ' શબ્દની એનાઉન્સ કરશે. એટલું જ નહીં જો બેટરી 90%થી વધુ ચાર્જ થાય છે, તો તે પણ એનાઉન્સ કરશે કે બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ છે. આને ચાલુ કરવા માટે તમારે શૉર્ટકટ પર જ જવું પડશે.


અહીં તમારે ન્યૂ ઓટોમેશન પસંદ કરીને ચાર્જર પસંદ કરવાનું રહેશે. તે પછી ચાર્જર કનેક્ટેડ છે તે ઓપ્શન પસંદ કરો અને એક્શનમાં આવો અને સ્પીક ટેસ્ટમાં ફોનમાંથી જે પણ કૉલ કરવા માંગો છો તે લખો. હવે જો તમે ઇચ્છો છો કે તમારો આઇફોન 90% થી વધુ ચાર્જ થવા પર પણ એલર્ટ આપે, તો આ માટે તમારે બેટરી લેવલ પસંદ કરવુ પડશે, અને અહીં આવ્યા પછી 90 થી 95% સુધીનું લેવલ સિલેક્ટ કરો અને પછી Rise above નો ઓપ્શન સિલેક્ટ કરો. આમ કરવાથી જ્યારે પણ તમે નેક્સ્ટ ટાઇમ ફોન ચાર્જ કરશો ત્યારે બંને સેટિંગ્સ લાગુ થઈ જશે.


જો તમે ઈચ્છો છો કે યુટ્યુબ ઓન કરતાની સાથે જ સ્ક્રીન રૉટેશન ઓટૉમેટીક ઓન અને ઓફ થઈ જાય, તો આ માટે ન્યૂ ઓટૉમેશન પર પણ જાઓ, એપમાં જઈને યુટ્યુબ પસંદ કરો. પછી એપ પર ટેપ કરીને ઓપન અને ક્લૉઝનો ઓપ્શન પસંદ કરો અને એક્શનમાં આવ્યા પછી ઓરિએન્ટેશન ટૉગલ ચાલુ રાખો અને તેને સેવ કરી દો. આમ કરવાથી આ સેટિંગ પણ લાગુ થશે.