નવી દિલ્હીઃ Vivoની સબબ્રાન્ડ iQOOનો નવો સ્માર્ટફોન iQOO Z5 આજે ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. આને તાજેતરમાં જ ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, જ્યાં આની કિંમત ઇન્ડિયન કરન્સી પ્રમાણે લગભગ 21,600 રૂપિયા રાખવામાં આવી હતી. ભારતમાં આ ફોનની કિંમત લગભગ 20 હજાર રૂપિયા સુધીની હોઇ શકે છે. iQOOના આ સ્માર્ટફોનમાં કંપનીએ 8GB રેમની સાથે સાથે સ્નેપડ્રેગન 778G પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આની પરફોર્મન્સને બેસ્ટ બનાવે છે. આની સ્પેશિફિકેશન્સ પર એક નજર નાંખીએ....... 


iQOO Z5 સ્પેશિફિકેશન્સ- 
iQOO Z5 સ્માર્ટફોનમાં 6.67 ઇંચની 120Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન (1080x2400 પિક્સલ) છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં સ્નેપડ્રેગન 778G પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.  


iQOO Z5 કેમેરા- 
iQOO Z5 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. વળી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ છે, સાથે જ 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


બેટરી અને કનેક્ટિવિટી-
પાવર માટે iQOO Z5 સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 


આની સાથે થશે ટક્કર- 
iQOO Z5 સ્માર્ટફોનની ટક્કર OnePlus, Samsung, Xiaomi અને Oppo જેવી બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ સાથે થસે. ફેસ્ટિવ સિઝનમાં આ કંપનીઓ કેટલાય નવા ફોન માર્કેટમાં લઇને આવી છે. આ ફોન આ મહિને ભારતમાં લૉન્ચ થઇ શકે છે.


 


ભારતમાં ક્યારે લોન્ચ થશે Samsung Galaxy M52 ? જાણો કેટલી હશે કિંમત
ભારતીય બજારમાં Samsung Galaxy M52 5જી 28 સપ્ટેમ્બરે લોન્ચ થશે. જોકે કંપનીએ કિંમતને લઈ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. આ ફોનને ગેલેક્સી એમ 51નું અપગ્રેડ વેરિયંટ બતાવવામાં આવી રહ્યું છે.    Galaxy M52 5જીની વાત કરીએ તો તે 5જી કનેક્ટિવિટી સાથે આવશે અન હાઈ રિફ્રેસ રેટ પણ આપવામાં આવ્યો છે.


તેમાં 6 ઇંચની AMOLED Full HD+ ડિસ્પ્લે આપવામાં આવશે. જેનું પિક્સલ રિઝોલ્યુશન 1080 x 2400 છે. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ અને પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Qualcomm Snapdragon 778G ચિપસેટથી લેસ છે. તેમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને માઈક્રોએસડી કાર્ડથી વધારી શકાશે. આ ફોન એન્ડ્રોઈ 11 પર આધારિત One UI 3.1 પર કામ કરે છે. તેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જે 25 W ચાર્જિંગ સપોર્ટ સાથે કામ કરે છે.


ફોનમાં કેવા છે કેમેરા


કેમેરા સેગમેંટની વાત કરીઓ તો તમાં ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમરો 64 મેગા પિક્સલનો છે. બીજો 12 મેગા પિક્સલનો અલ્ટ્રાવાઈડ લેંસ અને ત્રીજો 5 મેગા પિક્સલનો મેક્રો શૂટર છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગા પિક્સલનું ફ્રંટ સેંસર આપવામાં આવ્યું છે. ફોનમાં સાઇડ માઉંટેડ ફિંગર પ્રિંટ સેંસર પણ છે. બ્લેક, બ્લૂ અને વ્હાઇટ કલરમાં ખરીદી શકાશે.


ભારતમાં ક્યારે થશે લોન્ચ અને કેટલી હશે કિંમત


ગેલેક્સી એમ52 5જી ભારતમાં 28 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે લોન્ચ થશે. તેને એમેઝોન પર ઉપલબ્ધ કરાવાશે. આ ફોન ભારતમાં 30 હજાર રૂપિયા આસપાસની કિંમતે લોન્ચ થવાની આશા છે.