બજેટ સ્માર્ટફોન બ્રાન્ડ આઈટેલે (itel)વધુ એક જબરજસ્ત ફોન લોન્ચ કરી દીધો છે. itelનો આ ઈનોવેટિવ અને નેક્સ્ટ જનરેશન ફોન Vision 1 Pro છે. આઈટેલના નવા વિઝન 1 પ્રો સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે. Vision 1 Pro સ્માર્ટફોનમાં ટ્રિપલ AI કેમેરા સાથે 4 કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. ફોનમાં મલ્ટી ફંક્શનલ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફાસ્ટ ફેસ અનલોક આપવામાં આવ્યું છે.
શું છે કિંમત


itel Vision 1 Pro સ્માર્ટફોનની કિંમત 6,599 રૂપિયા છે. itel Vision 1 Pro અરોર બ્લૂ અને ઓશન બ્લૂ કલરમાં આવે છે. આ ફોનની ડિસ્પ્લે રિઝોલ્યુશન 1600X720 પિક્સલ છે. જ્યારે સ્ક્રીન ટૂ બોડી રેશિયો 89.5 ટકા છે. આ સ્માર્ટફોન Android 10 પર ચાલે છે.

ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 8MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા છે.

itel Vision 1 Pro સ્માર્ટફોનમાં 2 GB રેમ અને 32 GBની સ્ટોરેજ આપવામાં આવી છે, જ્યારે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે.