નવી દિલ્હી: જો તમે રોજ-રોજના રિચાર્જના ચક્કરમાં નથી પડવા માંગતા તો તમે 84 દિવસની વિલિડિટીવાળુ રિચાર્જ કરાવી શકો છો. જિયો, એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ તમને ઘણા શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા સાથે 84 દિવસની વેલિડિટી પણ મળે છે. એવામાં તમે પોતાની જરૂરીયાત અને પંસદના હિસાબથી એમાંથી કોઈ પ્લાન પસંદ કરી શકો છો. આ જાણીએ આ પ્લાન વિશે.
Jio નો 84 દિવસનો પ્લાન
જિયોના 599 રૂપિયાના પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા આપવામાં આવે છે. જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 3000 મિનિટ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. જ્યારે બીજો પ્લાન 777 રૂપિયાનો છે. જેમાં રોજ 1.5GB + 5 GB ડેટા મળે છે. બાકી અન્ય તમામ સુવિધા 599 રૂપિયાના પ્લાનની મળશે. આ સિવાય 555 રૂપિયાનો પ્લાન છે જેમાં દરરોજ 1.5GB ડેટા મળે છે અને 999 રુપિયાના પ્લાનમાં રોજ 3GB ડેટા મળે છે અન્ય સુવિધા એક જેવી જ છે.
Airtel નો 84 દિવસનો પ્લાન
Airtel નો 84 દિવસનો પ્લાન તમે ખરીદવા માંગો છો તો તમારે 698 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં દરોરજ 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, ફ્રી હેલો ટ્યૂન, દરરોજ 100 એસએમએસ અને અન્ય ઘણી સુવિધા મળે છે. અન્ય એક 598 રૂપિયાના પ્લાનમાં રોજ 1GB ડેટા અને અન્ય સુવિધાઓ એક જેવી છે.
Vi નો 84 દિવસનો પ્લાન
Vi નો 84 દિવસનો પ્લાન 699 રૂપિયાનો છે જેમાં દરરોજ 4GB ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને અન્ય ઘણી સુવિધા મળે છે. વોડાફોનનો 599 રુપિયાનો પ્લાન પણ છે જેમાં રોજ 1.5GB ડેટા મળે છે. 795 રુપિયાના પ્લાનમાં 2GB ડેટા મળે છે તમામ પ્લાનમાં બાકીની સુવિધા સરખી છે.
Jio, Airtel અને Vi ના 84 દિવસની વેલિડિટીના પ્રીપેડ પ્લાન, જાણો શું છે ઓફર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 10:47 PM (IST)
જો તમે રોજ-રોજના રિચાર્જના ચક્કરમાં નથી પડવા માંગતા તો તમે 84 દિવસની વિલિડિટીવાળુ રિચાર્જ કરાવી શકો છો. જિયો, એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ તમને ઘણા શાનદાર પ્લાન ઓફર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -