નવી દિલ્હીઃ વિતેલા વર્ષે ડિસેમ્બરમાં એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓ તમામ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. પરંતુ બાદમાં પ્લાનમાં ફેરફાર સૌથી વધારે જિઓએ જ કર્યા છે. જિઓએ પહેલા પોતાના 2020 રૂપિયાવાળા પ્લાનને બંધ કર્યો અને ત્યાર બાદ હવે 1299 રૂપિયાવાળા પ્લાનની વેલિડીટીમાં ઘટાડો કર્યો છે.


જો તમારી પાસે જિઓનું સિમ કાર્ડ છે અને તમે કોઈ એવા પ્લાનની શોધનમાં છે જેની કિંમત ઓછી હોય અને વેલિડિટી વધારે હોય તો તમારા માટે જિઓનો 129 રપિયાનો પ્લાન બેસ્ટ પ્લાન હોઈ શકે છે. આ પ્લાન સ્માર્ટફોન યૂઝર્સ માટે છે.

જિઓનો 128 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં જિઓથી જિઓ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે પરંતુ જિઓથી અન્ય નેટવર્ક પર 1,000 મિનિટ્સ કોલિંગ મળે છે. આ પ્લાનમાં કુલ 300 એસએમએસની સુવિધા છે.

આ પ્લાનમાં જિઓના તમામ એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે જેમાં જિયો ટીવી અને જિયો સિનેમા જેવી એપ્સ સામેલ છે. આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા મળે છે. એવામાં આ પ્લાન કોલિંગ કરનારા લોકો માટે પરફેક્ટ છે, પરંતુ ડેટા યૂઝર્સ માટે આ પ્લાન નથી.

હવે સવાલ એ છે કે, જિઓના આ પ્લાન ક્યાં મળશે તો જિઓના પ્રીપેડ પ્લાન માય જિઓ એપ અને જિઓની વેબસાઈટમાં AFFORDABLE PACKS સેક્શનમાં જઈને તમે રિચાર્જ કરાવી શકો છો. જિઓનો આ સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન છે.

જણાવીએ કે, જિઓના AFFORDABLE PACKS સેક્શનમાં જ 1299 રૂપિયાનો પ્લાન છે જેની વેલિડિટી જિઓએ હવે ઘટાડી દીધી છે. આ પહેલા પ્લાનની વેલિડિટી 365 દિવસની હતી હતે 336 દિવસની કરી દીધી છે. આ પ્લાનમાં 24 જીબી ડેટા મળે છે.