નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જેમાં 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.


રાત્રે 12 થી સવારના 8 સુધી કેટલા આગના બનાવ બન્યા

દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, રાત્રે 12થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમને નોર્થ ઈસ્ટ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી આગના 19 કોલ મળ્યા છે. આ વિસ્તારના ચાર ફાયર સ્ટેશનમાં વધારાના ફાયર ટેન્ડર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત 100થી વધુ ફાયરમેન પણ તૈનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન અમને કોઈ મુશ્કેલી નથી પડી રહી.


હિંસાગ્રસ્ત વિસ્તારો જાફરાબાદ, સલીમપુર, બાબરપુર, મૌજપુરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ અહીં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.


પોલીસ અધિકારી અનુસાર, દિલ્હી હિંસામાં કથિત રીતે સામેલ થનાર 106 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 18 એફઆઈઆર નોંધવામાં આવી છે. એડિશનલ કમનિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) મંદીપ સિંહ રંધાવાએ મીડિયાને જણાવ્યું કે, “બુધવારે કોઈ પણ અપ્રિય ઘટના નથી બની અને ઉત્તર પૂર્વ દિલ્હીથી આવતા પીસીઆર કૉલમાં પણ ઘટાડો થયો છે. ”


કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવાાં આવશે, સાથે તેમણે કહ્યું કે, રતનલાલના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ”

Corona Virus: વુહાનથી 119 ભારતીયોને લઈ દિલ્હી પરત ફર્યુ વાયુસેનાનું વિશેષ વિમાન

મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણો

ભારતમાં ફોન બાદ સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે ચીનની વધુ એક કંપની, જાણો કેવા હશે ફીચર્સ