રિલાયન્સ જિઓએ કહ્યું કે, ભારતીય ટેલીકોમ નિયામક પ્રાદિકરણ એટલે કે ટ્રાઈના નિર્દેશાનુસાર એક જાન્યુઆરીથી તમામ લોકલ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યૂઝેસ ચાર્જીસ (IUC)પૂરા કરવામાં આવે છે. ત્યાર બાદ જોઇથી અન્ય કોઈપણ નેટવર્ક પર કોલ ફ્રી થઈ જશે.
જિઓમાં ઓન નેટ એટલે કે જિઓથી જિઓ પર કોલ હંમેશા ફ્રી જ હતું. પરંતુ હવે ઓફ નેટ એટલે કે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે પણ હવે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
આ સાથે જ જીઓએ નવા પ્રી પેડ પ્લાન લોન્ચ કર્યા છે જેમાં 129 રૂપિયા, 149 રૂપિયા, 199 રૂપિયા અને 555 રૂપિયાના પ્લાન સામેલ છે. આ પ્લાનની વેલિડિટી ક્રમશઃ 28 દિવસ, 24 દિવસ, 28 દિવસ અને 84 દિવસ છે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો 129 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 2 જીબી ડેટા મળશે. 149 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 1 જીબી ડેટાની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. 199 રૂપિયાવળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. અને 555 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે.