Jio Happy New Year Offer: રિલાયન્સ જિઓએ ફરી એકવાર તેના લાખો યૂઝર્સને ખુશ કર્યા છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ એક નવો હેપ્પી ન્યૂ યર વેલકમ પ્લાન લૉન્ચ કર્યો છે, આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5G ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ સહિત ઘણા સારા ફાયદા મળે છે. Jioનો આ પ્લાન 200 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે, જેથી યૂઝર્સને તેમના Jio નંબરને વારંવાર રિચાર્જ ન કરવો પડે.
Jio New Year Welcome Plan -
Jioનો આ રિચાર્જ પ્લાન 2025 રૂપિયાની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ખાસ પ્લાનની કિંમત નવા વર્ષ અનુસાર રાખી છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે વાત કરીએ તો, આ લાંબી વેલિડિટી રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો લાભ મળે છે. આ પ્લાન 200 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેના કારણે યૂઝર્સને કુલ 500GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. Jioની આ વેલકમ ઓફર 11મી ડિસેમ્બરથી એટલે કે આજથી 11મી જાન્યુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.
Jioના આ પ્લાનમાં 5G સ્માર્ટફોન યૂઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે. Jioના અન્ય રિચાર્જ પ્લાનની જેમ આમાં પણ યૂઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નંબર પર કૉલ કરવા માટે ફ્રી કૉલિંગ અને નેશનલ રૉમિંગનો લાભ મળશે. એટલું જ નહીં, આ પ્લાનમાં યૂઝર્સને AJIO, Swiggy સહિત અનેક ફૂડ અને સિક્યૉરિટી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.
આ પ્લાનમાં કંપની AJIO થી ખરીદી કરવા માટે યૂઝર્સને 500 રૂપિયાની કૂપન ઓફર કરી રહી છે. એટલું જ નહીં, યૂઝર્સને સ્વિગી ઈ-કૉમર્સ એપ પર 150 રૂપિયા અને EaseMyTrip દ્વારા ફ્લાઈટ બુકિંગ પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, સરકારી કંપની BSNL એ તાજેતરમાં જ ડાયરેક્ટ-ટૂ-ડિવાઈસ (D2D) સેવા શરૂ કરી છે. લૉન્ચ કરવામાં આવ્યું છે. યૂઝર્સ કોઈપણ નેટવર્ક વગર ઈમરજન્સીમાં સેટેલાઈટ સેવાનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો
Samsung ના Galaxy S24 અને Galaxy S24 Ultra ફોન લૉન્ચ, કિંમતથી લઇને ફિચર્સ જાણો