Rajkot GIDC Fire News: રાજકોટમાં આગ લગાવાની ઘટના સામે આવી છે, રાજકોટ જીઆઇડીસીમાં આજે બપોર અચાનક આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા, આ આગ જીઆઇડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી હતી. આગ લાગવાથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઇ રહ્યાં હતા. હાલમાં આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. આ ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. માહિતી છે કે, આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જાણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. આ ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ખાસ વાત છે કે, બપોરે બે વાગ્યાની આસપાસ લાગેલી આગ હજુ પણ બેકાબુ છે, આગના વિકરાળ સ્વરૂપના કારણે ફેક્ટરીના આજુબાજુનો લગભગ એક કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. અનુમાન છે કે, કંપનીમાં રાખેલા તેલના જથ્થાના કારણે આગ સતત પ્રસરી રહી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે પરંતુ શૉર્ટ સર્કિટ હોવાનું કહેવાઇ રહ્યું છે. સીજીએસટીએ ગોપાલ નમકીનને 14 કરોડથી વધુની નૉટિસ ફટકારેલી છે.
ઘટની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા. ભીષણ આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ફાયરનાં જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે, આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. આગનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરીમાં આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. સદનસીબે અત્યાર સુધી આ આગનાં બનાવમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ ફેક્ટરમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે.
આ પણ વાંચો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો