Jio Prepiad Plans With OTT Subscription: ભારતમાં ટેલિકૉમ સેક્ટરમાં અત્યારે ડેટા વૉર ચાલી રહ્યું છે. ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને ખુશ રાખવા અને નવા ગ્રાકહોને આકર્ષવા માટે નવા નવા આકર્ષક પ્લાન લઇને આવી રહી છે. અત્યારે રિલાયન્સ જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને તેના 400 મિલિયનથી વધુ ગ્રાહકો છે. Jio એ પણ દેશભરમાં 5G સેવા શરૂ કરી છે. દરમિયાન, કંપનીએ પોતાના પૉર્ટફોલિયોમાં 2 નવા પ્રીપેડ પ્લાન એડ કર્યા છે. આ બંને પ્લાનમાં ગ્રાહકોને ફ્રી Netflix પણ મળે છે, એટલે કે હાઈ સ્પીડ ઈન્ટરનેટની સાથે તમે OTT કન્ટેન્ટનો પણ આનંદ લઈ શકો છો. કંપનીએ 1,099 અને 1,499 રૂપિયાના પ્લાન લૉન્ચ કર્યા છે.


1099 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપની 84 દિવસ માટે ડેઇલી 2GB ઇન્ટરનેટ, અનલિમીટેડ કૉલ્સ અને Netflix મોબાઇલ સબસ્ક્રિપ્શન ઑફર કરે છે. એટલે કે, તમે ફક્ત મોબાઇલ પર જ Netflix જોઈ શકો છો. 1,499 રૂપિયાના પ્લાનમાં તમે Netflixને મોટી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આ પ્લાનમાં તમને 84 દિવસ માટે ડેઇલી 3GB ઇન્ટરનેટ મળે છે.


એરટેલનો 84 દિવસનો પ્લાન  - 
Jioની જેમ એરટેલ પણ તેના ગ્રાહકો માટે 84 દિવસનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. કંપની પાસે 999, 839 અને 719 રૂપિયાના પ્લાન છે. જોકે, તમને આ પ્લાન્સ સાથે Netflix સબ્સ્ક્રિપ્શન મળતું નથી. 999 રૂપિયાના પ્લાનમાં કંપની 84 દિવસ માટે ડેઇલી 2.5GB ઇન્ટરનેટ, 100 SMS અને અનલિમિટેડ કૉલિંગનો લાભ આપે છે. આ સાથે તમને 84 દિવસ માટે એમેઝૉન પ્રાઇમનું મોબાઇલ સબસ્ક્રિપ્શન પણ મળશે. 839 રૂપિયાનો પ્લાન 84 દિવસ માટે ડેઇલી 2GB ઇન્ટરનેટ અને 3 મહિના માટે Disney Plus Hotstar સબસ્ક્રિપ્શન ઓફર કરે છે.


એરટેલની જેમ VI પણ 839 રૂપિયાના પ્લાનમાં 84 દિવસ માટે ડેઇલી 2GB ઇન્ટરનેટ અને 3 મહિના માટે Disney Plus Hotstar સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. ધ્યાન રહે આ પ્લાન સાથે તમને ડિઝની પ્લસ હૉટસ્ટારનું મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળશે, ડેસ્કટૉપ વર્ઝન નહીં.


જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ 21 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી Jio ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ સમાચાર બાદ RILના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. નબળા બજારમાં પણ, BSE પર શેર 1.5%ના વધારા સાથે રૂ.2570 પર ટ્રેડ થઈ રહ્યો છે. Jio Financial ની લિસ્ટિંગ તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. જ્યારે 22 ઓગસ્ટથી સ્ટોક FTSE રસેલમાંથી બહાર થઈ જશે. કારણ એ હતું કે Jio ફાયનાન્સિયલ સર્વિસે 20 દિવસ પછી પણ ટ્રેડિંગ શરૂ કર્યું નથી. 20 જુલાઈના રોજ, ડી-મર્જરની રેકોર્ડ તારીખે, Jio ફાયનાન્સિયલ સર્વિસિસનું બજાર મૂલ્ય આશરે $21 બિલિયન હતું. આ મૂલ્યાંકન Jio ફાયનાન્સિયલ સર્વિસના શેરની કિંમત રૂ. 261.85ના આધારે કરવામાં આવ્યું છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના લિસ્ટિંગ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ફાઇનાન્શિયલ સર્વિસ યુનિટ વિના શેરબજારમાં ટ્રેડ કરશે. ડિ-મર્જર વ્યવસ્થા હેઠળ રિલાયન્સના શેરધારકોને Jio ફાયનાન્સિયલ સર્વિસિસનો એક વધારાનો હિસ્સો મળ્યો છે. ધારો કે તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક શેર છે, તો આપમેળે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો એક શેર તમારા ડીમેટમાં આવી જશે.