Jio Phone 2 5G: સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક લેટેસ્ટ 5G સ્માર્ટફોનની એન્ટ્રી થવા જઇ રહી છે. રિલાયન્સનો જિઓ કંપની પોતાનો નવો હાઇટેક અને સસ્તો Jio Phone 5G લઇને આવી રહી છે. રિપોર્ટ છે કે, રિલાયન્સ જિઓ 5G આ વર્ષના અંત સુધીમાં લૉન્ચ થઈ શકે છે. જોકે, આના લૉન્ચિંગ પહેલા એક ટ્વીટર યૂઝરે આની કેટલીક તસવીરો ઓનલાઈન લીક કરી છે. ટ્વીટર યૂઝર અર્પિત પટેલે આની તસવીર ઓનલાઈન શેર કરી છે. શેર કરવામાં આવેલી તસવીરો અનુસાર, Jio સ્માર્ટફોનની પાછળ પીલ આકારનું કેમેરા મૉડ્યુલ આપવામાં આવ્યું છે. રિલાયન્સનો Jio ફોન ડાર્ક બ્લૂ ટૉનમાં દેખાય રહ્યો છે.


જિઓ ફોનના કેમેરા સિસ્ટમમાં 13MP AI કેમેરા અને 2MP મેક્રૉ કેમેરા છે. LED ફ્લેશ માટે અલગ કટઆઉટ આપવામાં આવ્યું છે. ટ્વીટર પૉસ્ટમાં ફોનનો આગળનો ભાગ પણ દેખાયો છે. તસવીર પ્રમાણે, એક ઉંચો ડિસ્પ્લે દેખાય છે, તેનું કદ 6.6 ઈંચ હોઈ શકે છે. ફ્રન્ટ પેનલમાં વૉટરડ્રૉપ નૉચ દેખાય રહી છે. 10,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનમાં આ એક સામાન્ય ડિઝાઇન છે અને એવી અપેક્ષા છે કે Jio Phone 5G પણ આ કિંમત કેટેગરીમાં આવશે.




આની ફ્રન્ટ પેનલે Jio 5Gની સ્પીડ ટેસ્ટ પણ દર્શાવી હતી જે 479Mbps ની ડાઉનલૉડ સ્પીડ દર્શાવે છે. જોકે, સ્પીડ ટેસ્ટનો વિસ્તાર જાહેર થયો નથી. તસવીરમાં ફોનની હાલત સારી નથી, જેના કારણે એવું લાગે છે કે તે ડમી યૂનિટ અથવા પ્રૉડક્શન યૂનિટ હોઈ શકે છે. હકીકતમાં Jio Phone 5G નો દેખાવ કંઈક અંશે આના જેવો જ હોઈ શકે છે. ટ્વીટર યૂઝરે એ પણ હાઇલાઇટ કર્યું છે કે Jio ફોન 5G ડાયમેન્સિટી 700 SoC અથવા Unisoc 5G ચીપસેટ સાથે આવી શકે છે. ફ્રન્ટ પેનલમાં 5MP કેમેરા આપી શકાય છે. આ સાથે રિલાયન્સ જિઓ ફોન 5G આ વર્ષે દિવાળી અથવા નવા વર્ષ પર આવી શકે છે.




આના અન્ય સ્પેસિફિકેશન વિશે હજુ સુધી માહિતી સ્પષ્ટ નથી. અમે આશા રાખી શકીએ છીએ કે ફોન એન્ડ્રોઇડ ઓએસ પર ચાલશે જે ડેવલપિંગ ઓએસના નામે આવી શકે છે. રિલાયન્સ પહેલાથી જ અસ્તિત્વમાં છે તે Jio યૂઝર્સને કેટલીક ઑફર્સ અથવા લાભો આપી શકે છે. રિલાયન્સે પહેલાથી જ હાઈ-સ્પીડ 5G ઈન્ટરનેટ સાથે યૂઝર્સને ફ્રીમાં ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. આ માટે કસ્ટમર્સે માત્ર ખાતરી કરવી પડશે કે તેઓ Jio પ્લાન માટે પાત્ર છે.