નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ છ ડિસેમ્બરે પોતાના તમામ પ્લાન અપડેટ કર્યા હતા. ત્યાર બાદ જિઓના પ્રીપેડ પ્લાન અંદાજે 39 ટકા જેટલા મોંઘા થઈ ગયા હતા. જોકે, હજુ પણ જિઓના જૂના પ્રીપેડ પ્લાનથી રીચાર્જ કરાવવાની એક રીત છે.


તેની પાછળનું કારણ ટ્રાઈનું ટેરિફ પ્રોટેક્શન કમ્પાલયન્સ છે. તે અંતર્ગત ટેલીકોમ કંપનીઓએ કોઈપણ ટેરિફ પ્લાનને ઓછામાં ઓછા છ મહિના માટે ઉપલબ્ધ રાખવા પડે છે. અન્ય ટેલીકોમ ઓપરેટર્સ પણ તેનું પાલન કરે છે, પરંતુ જિઓની તુલનામાં તેમના જૂના પ્લાન્સ એક્સેસ કરવાનું એટલું સરળ નથી.

જિઓના જૂના પ્લાન્સ માટે તમારે તમારા જિઓ એકાઉન્ટમાં લૉગઇન કરવાનું છે. લૉગ ઇન કર્યા બાદ જિઓ નંબર વાળા બૉક્સ પાસે રહેલા સેટિંગ્સ આઇકન પર ક્લિક કરો. ક્લિક કરવા પર તમને ટેરિફ પ્રોટેક્શનનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરશો તો જૂના પ્રિપેડ પ્લાન્સની લિસ્ટ આવશે, અહીં તમે તમારો મનપસંદ પ્લાન સિલેક્ટ કરીને રિચાર્જ કરી શકો છો.

અહીં એ વાત યાદ રાખો કે ટેરિફ પ્રોટેક્શન ઓપ્શન  ત્યારે જ કામ કરશે જ્યારે તમારા નંબર પર કોઇ એક્ટિવ પ્લાન ન હોય. જો તમારા નંબર પર કોઇ પ્લાન એક્ટિવ હશે તો તમને આ સુવિધાનો લાભ નહી મળે.