નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં અમદાવાદ બાદ વડોદરામાં પણ નાગરિકતા સંશોધન બિલને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. તે સિવાય હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં પથ્થરમારાની ઘટના થતાં પોલીસે મોરચો સંભાળી લીધો લીધો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે 12 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે આ મામલે 15 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી.
અમદાવાદમાં હિંસા બાદ વડોદરા શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જેથી ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.