નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ સેમસંગે એક સ્કિલિંગ પ્રૉગ્રામ રજૂ કર્યો છે, જેનુ લક્ષ્ય આગામી થોડાક વર્ષોમાં 50,000 યુવાઓને પ્રશિક્ષિત કરવાનુ અને તેમને ઇલેક્ટ્રૉનિક્સ રિટેલ સેક્ટરમાં નોકરી માટે તૈયાર કરવાનુ છે. કંપનીના એક સ્ટેટમેન્ટ અનુસાર, આ દક્ષિણ કોરિયન કંપનીએ પોતાના દેશભરના સ્કિલ ટ્રેનિંગ સેન્ટર્સના માધ્યમથી કાર્યક્રમને લાગુ કરવા માટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમની સાથે (NSDC) એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાઇન કર્યો છે. 


સેમસંગ સાઉથ વેસ્ટ એશિયાના અધ્યક્ષ અને સીઇઓ કેન કાંગે કહ્યું કે, આ નવા પ્રોગ્રામમાં અમારુ લક્ષ્ય દેશમાં યુવાઓમાં સ્કિલ અને રોજગારની કમીને દુર કરવાનો છે, જેનાથી તેમને ઝડપથી વધી રહેલા ઇલેક્ટ્રૉનિક્સ રિટેલ સેક્ટરમાં નોકરી શોધવામાં મદદ મળશે. પ્રોગ્રામ ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા પહેલ અનુરૂપ છે. 


પ્રોગ્રામમાં 200 કલાકની ટ્રેનિંગ આપવામાં આવશે- 
કંપની અનુસાર, 'સેમસંગ દોસ્ત' (ડિજીટલ એન્ડ ઓફલાઇન સ્કિલ ટ્રેનિંગ) પ્રૉગ્રામની યોજના 200 કલાકના ક્લાસરૂમ અને ઓનલાઇન પ્રશિક્ષણ પ્રદાન કરવા કરવાની છે. આ પછી કંપનીના રિટેલ સ્ટૉર પર પાંચ મહિનાના ઓન-ધ-જૉબ ટ્રેનિંગ (ઓજીટી)ની સાથે સાથે મન્થલી સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.  


પ્રતિભાગીઓની ટ્રેનિંગ નેશનલ સ્કિલ ક્વૉલિફિકેશન ફ્રેમવર્ક અનુસાર થશે અને આમાં ગ્રાહકો સાથે જોડાણ, સેલ્સ કાઉન્ટરનુ પ્રબંધન, ગ્રાહકોના પ્રશ્નનો હેન્ડલ કરવા, પ્રૉડક્ટનુ પ્રદર્શન કરવુ અને સેલિંગ સ્કિલ સહિત કેટલાય સૉફ્ટ સ્કિલ્સ સામેલ હશે. આ ઉપરાંત તેમને ઓજેટી દરમિયાન રિટેલ ઇલેક્ટ્રૉનિક્સ રિટેલ સ્ટૉરના કામકાજથી પરિચિત કરાવવામાં આવશે. 


સ્કૂલનુ શિક્ષણ પુરુ કરનારા યુવાઓ થઇ શકશે સામેલ-
કંપનીએ કહ્યું કે કાર્યક્રમમાં સ્કૂલનુ શિક્ષણ પુરુ કરનારા યુવાઓ ભાગ લઇ શકે છે, અને ભારતમાં 120 કેન્દ્રો પર એનએસડીસીના અપ્રુવ્ડ ટ્રેનિંગ પાર્ટનર્સના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે. ઓજીટી પુરી કર્યા બાદ પ્રતિભાગીઓનુ મૂલ્યાંકન અને સર્ટિફિકેશન ટેલિકૉમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (ટીએસએસસી) દ્વારા કરવામાં આવશે.