રાજકોટઃ કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. તો બીજી હવે તરફ તહેવારો ની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધન જન્માષ્ટમી સહિતના તહેવારો ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવા સમયે પણ સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે જેથી રાજકોટના વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગઈકાલે અલગ અલગ વેપારી એસોસિએશનના હોદ્દેદારો જિલ્લા તંત્રને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.


તો બીજી તરફ બજારમાં રહેલા વેપારીઓએ પણ હાલના રાત્રી કર્ફ્યુ ને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. વેપારીઓનું કહેવું છે કે અત્યારે 9 વાગ્યે ધંધા રોજગારો બંધ કરી દેવાનો નિયમ છે. જોકે આ નિયમ તહેવારોના દિવસોમાં તેમને નડી શકે છે. લોકો તહેવારો ઉપર ખરીદી કરવા માટે નીકળતા હોય છે એક તો ધંધા પહેલા થીજ 50 ટકા ડાઉન છે એમાં પણ તહેવારોમાં થતા વેપારમાં રાત્રી કરફ્યુ ના કારણે તેમના ધંધાનું વધુ 25 ટકા વધુ ઘટાડો આવશે.


રાત્રી કર્ફ્યુ ના કારણે રાજકોટમાં આશરે 5000થી વધુ વેપારીઓ ને અસર થશે. કાપડ બજાર ના વેપારીઓનું કહેવું છે કે તહેવારોમાં લોકો જ્યારે પોતાના કામ ધંધામાંથી ફ્રી થઈ અને નવ વાગ્યા પછી ખરીદી કરવા નીકળતા હોય છે. જોકે આ સમયે સરકારના નિયમ પ્રમાણે તેમને ધંધો બંધ કરી દેવો પડે છે.


ધર્મેન્દ્ર રોડ ઉપરના વેપારીઓનું કહેવું હતું કે દુકાન બંધ કરવાનો સમય 9:00 નો હોય છે .જ્યારે તેમને વાઇન્ડપ કરતા એક કલાક કરતાં પણ વધુ સમય લાગે છે. તેથી તમને ઘરાકી તો આઠ વાગ્યાથી જ બંધ કરવી પડતી હોય છે. સરકાર આમાં વધુ સમય આપે તેવી વેપારીઓએ પણ માંગ કરી છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 179 એક્ટિવ કેસ છે અને 6  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5,92,708 દર્દીઓનું રસીકરણ થયું છે.  રાજ્યમાં અત્યાર  સુધીમાં 4,12,31,618 લોકોનું રસીકરણ કરાયું છે.