ઘણી વખત આપણો મોબાઈલ ચોરી થઈ જાય અથવા ખોવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. એવામાં આપણને નવા સિમ કાર્ડની જરૂરત પડવાની સાથે સાથે નવું સિમ ખરીદવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે અને તેને એક્ટિવેટ કરવામાં પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. જ્યારે હવે આધાર કાર્ડમથી મદદથી નવું સિમ કાર્ડ ખરીદી શકાય છે અને ખાસ વાત એ છે કે હાથોહાથ એક્ટિવેટ પણ થઈ જાય છે. શું તમને જાણો છો કે એક આધાર કાર્ડથી કેટલા સિમ કાર્ડ ખરીદી શકાય છે. તમારા આ સવાલનો જવાબ અમે આજે તમને જણાવીશું.
એક આધાર કાર્ડ પર કેટલા સિમ લઈ શકાય
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) અનુસાર એક આધાર કાર્ડ પર 18 સિમ કાર્ડ ખરીદી શકાય છે. આ પહેલા ટ્રાઈના નિયમ અનુસાર એક આધાર કાર્ડથી નવ સિમ કાર્ડ ખરીદી શકાતા હતા, જેને વધારીને બે ગણા એટલે કે 18 કરવામાં આવ્યા છે. આ સંખ્યા એવા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારવામાં આવી છે જે વ્યવસાય અથવા અન્ય જરૂરી કામો માટે વધારે સિમ કાર્ડ રાખવાની જરૂરત પડે છે.
આધાર નંબર પર કેટલાક નંબર છે લિંક જાણો આ રીતે
- આધાર કાર્ડ સાથે કેટલાક નંબર લિંક છે એ જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
- એ જાણવા માટે તમારે આધારની વેબસાઈટ UIDAI પર જવાનું રહેશે.
- ત્યાર બાદ હોમ પર પેજ પર Get Aadhaar પર ક્લિક કરો.
- આટલું કર્યા બાદ Download Aadhaar પર ક્લિક કરો.
- હવે અહીં View More ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં Aadhaar Online Service પર જઈને Aadhaar Authentication History પર જવાનું રહેશે.
- હવે અહીં Where can a resident chech/ Aadhaar Authentication History પર જાઈને આપવામાં આવેલ લિંક પર ક્લિક કરો.
- અહીં નવું ઇન્ટરફેસ ખુલશે. હવે અહીં તમારો આધાર નંબર નાંખો અને કેપ્ચા એન્ટર કરીને સેન્ડ OTP પર ક્લિક કરો.
- હવે અહીં Authentication Type પર All ને સિલેક્ટ કરો.
- હવે તમારે ક્યારથી ક્યાં સુધી જોવું છે તેની વિગતો ભરો.
- હવે અહીં તમારે કેટલા રેકોર્ડ જોવા છે તે એન્ટર કરવાનું રહેશે. હવે અહીં ઓટોપી નાંખીને વેરિફાઈ ઓટીપી પર ક્લિક કરો.
- આટલું કર્યા બાદ તમારી પાસે નવું ઇન્ટરફેસ ખુલશે.
- અહીંથી તમે તમારી વિગતો મેળવી શકો છો.