નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ વાહનો પર મળનારી સબસિડીને તાજેતરમાં જ વધારી છે. આ ખાસ સ્કીમ અંતર્ગત હવે Hero Optima HXની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી 15,600 રૂપિયા ઓછા થઇ ગયા છે. આ પ્રાઇસ કટ બાદ Hero Optima HX ડ્યૂલ-બેટરી વેરિએન્ટની પ્રાઇસ (એક્સ શૉરૂમ) 58,990 રૂપિયા થઇ ગઇ છે. વળી, આના સિંગલ બેટરી મૉડલને હવે તમે 53,600 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. 


પહેલા આટલી હતી કિંમત- 
આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટ્યા પહેલા Hero Optima HX ડ્યૂલ બેટરી વેરિએન્ટની કિંમત 74,660 રૂપિયા હતી. વળી આના સિંગલ બેટરી વેરિએન્ટની કિંમત 61,640 રૂપિયા હતી. જો તમે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટરને ઘરે લઇ જવા માંગતો હોય તો ફક્ત 2,999 રૂપિયાની ટૉકન મનીની સાથે કંપનીની વેબસાઇટ પરથી ઓનલાઇન બુક કરાવી શકો છો. 
 
આટલી આપશે રેન્જ- 
Hero Optima HX ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીનું સૌથી સસ્તુ વેચાનારા વ્હીકલમાંનુ એક છે. હીરોએ આમાં 1200 વૉટની ઇલેક્ટ્રિક મૉટરનો યૂઝ કર્યો છે. આની ટૉપ સ્પીડ 42 કિલોમીટર છે. હીરોના આ સ્કૂટરમાં 51.2V/30Ahની ક્ષમતાની પોર્ટેબલ બેટરી પેક આપવામાં આવ્યુ છે, જે ફ્કત એકવાર ચાર્જ કરવાથી 82 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટ્યા પહેલા Hero Optima HX ડ્યૂલ બેટરી વેરિએન્ટની કિંમત 74,660 રૂપિયા હતી.


આની પણ ઓછી થઇ કિંમત-
TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત પણ ખુબ ઘટી ગઇ છે. રિવાઇઝ્ડ FAME II સબસિડીના કારણે આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર લગભગ 11,250 રૂપિયા ઓછા થઇ ગયા છે. કિંમત ઘટ્યા પછી આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 100,777 (દિલ્હી) અને 110,506 (બેંગ્લુરુ) રૂપિયા થઇ ગઇ છે. કેન્દ્ર સરકારની આ રિવાઇઝ્ડ સ્કીમ અંતર્ગત Ather 450Xની કિંમત લગભગ 14,500 રૂપિયા ઓછી થઇ ગઇ છે. 


કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેના પર મળનારી સબસિડીને વધારી છે, આ પછી TVS મૉટર્સના આ વર્ષ લૉન્ચ થયેલા TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ પણ એકદમ ઘટી ગયા છે. રિવાઇઝ્ડ FAME II સબસિડીની કારણે આ સ્કૂટર પર લગભગ 11,250 રૂપિયા ઓછી થઇ ગઇ છે. કિંમત ઘટ્યા બાદ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 100,777 (દિલ્હી) અને 110,506 (બેંગ્લુરુ) રૂપિયા થઇ ગઇ છે. જાણો ઇલેક્ટ્રિક સ્કૂટરના ખાસ ફિચર્સ વિશે...... 


75 કિલોમીટરની આપે છે રેન્જ- 
TVS iQube Electric સ્કૂટર 4.4 kWની ઇલેક્ટ્રિક મૉટર વાળુ છે, એટલે કે આ સ્કૂટરમાં 4.4 કેવીની હેવી ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે. જે મહત્તમ 78 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. એકવાર ફૂલ ચાર્જ થયા બાદ તે 75 કિમી જેટલું અંતર કાપી શકશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટૉપ સ્પીડ 78 kmph છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4.2 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. 


આ છે ફિચર્સ- 
TVS iQube Electric સ્કૂટરમાં એડવાન્સ્ડ ટીએફટી ક્લસ્ટર આપવામાં આવ્યુ છે. આ સ્કૂટરમાં જિઓ ફેન્સિંગ, રિમૉટ બેટરી ચાર્જ સ્ટેટસ, નેવિગેશન આસિસ્ટ, લાસ્ટ પાર્ક લૉકેશન, ઇનકમિંગ કૉલ એલર્ટ/ એસએમએસ એલર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાં કેટલાક હાઇટેક ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આમાં ક્યૂ-પાર્ક આસિસ્ટ, મલ્ટી સિલેક્ટ ઇકૉનોમી અને પાવર મૉડ, ડે એન્ડ નાઇટ ડિસ્પ્લે અને રિજનરેટિવ બ્રેકિંગ સામેલ છે. 


Car loan Information:

Calculate Car Loan EMI