5G Services in India: ભારતમાં 5G સર્વિસને અધિકારિક રીતે ઓક્ટોબર 2022 માં ભારતમાં લૉન્ચ કરવામાં આવી છે. દુરસંચાર વિભાગ (DoT)એ શરૂમાં જાહેરાત કરી હતી કે 5G 13 શહેરો - અમદાવાદ, બેંગ્લુરુ, ચંડીગઢ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકત્તા, ચેન્નાઇ, લખનઉ, પુણે, દિલ્હી અને મુંબઇમાં લૉન્ચ થશે. જોકે, સરકાર દ્વારા બતાવવામાં આવેલા શહેરોને કનેક્ટિવિટીનો ઓપ્શન નથી મળી રહ્યો. હાલમાં એરટેલ અને જિઓ સિલેક્ટેડ જગ્યાઓ પર રૉલઆઉટ કરી રહી છે. 


Jioએ ઓક્ટોબર, 2022થી ચાર શહેરો મુંબઇ, દિલ્હી, વારાણસી, અને કોલકત્તામાં 5G નેટવર્ક ઉપલબ્ધ કરાવવાનુ શરૂ કરી દીધુ છે. બીજીબાજુ એરટેલે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બેંગ્લુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં પોતાના એરટેલ 5G પ્લસ લૉન્ચ કર્યા છે. જિઓ અને એરટેલ બન્ને સ્ટેપ બાય સ્ટેપ શહેરોની આસપાસ 5G નેટવર્ક પુરુ કરવાની છે. 


અહીં એવા શહેરોનું લિસ્ટ આપવામાં આવ્યુ છે જેમાં આગામી મહિનાઓમાં Jio અને Airtel 5Gની સુવિધા મળવા લાગશે.... 


આ શહેરોમાં 5G છે - 


દિલ્હી (Jio & Airtel)
કોલકત્તા (Jio)
મુંબઇ (Jio & Airtel)
વારાણસી (Jio & Airtel)
ચેન્નાઇ (Airtel)
બેંગ્લુરુ (Airtel)
હૈદરાબાદ (Airtel)
સિલીગુડી (Airtel)
નાગપુર (Airtel)


આ શહેરોમાં જલદી આવશે 5G - 


અમદાવાદ (Jio & Airtel)
ચંડીગઢ (Jio & Airtel)
ગાંધીનગર (Jio & Airtel)
ગુરુગ્રામ (Jio & Airtel)
હૈદરાબાદ (Jio & Airtel)
પુણે (Jio & Airtel)
જામનગર (Jio)
ચેન્નાઇ (Jio)
લખનઉ (Jio)
બેંગ્લુરુ (Jio)
કોલકત્તા (Airtel)
ચંડીગઢ (Airtel)


 


5G Speed Test: Jioએ દિલ્હીમાં 600 Mbps 5G સ્પીડને મેળવી, જાણો એરટેલની સ્પીડ કેવી રહી - 


દિલ્હીમાં ઝડપ


દિલ્હીમાં, એરટેલે 197.98 Mbps પર લગભગ 200 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પર પહોંચી, જ્યારે Jio એ લગભગ 600 Mbps (598.58 Mbps)ની ઝડપ રેકોર્ડ કરી.


કોલકાતામાં ઝડપ


કોલકાતામાં, ઑપરેટર્સની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જૂનથી સૌથી વધુ બદલાઈ છે. એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 33.83 Mbps હતી જ્યારે Jioની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 482.02 Mbps હતી.


મુંબઈમાં ઝડપ


મુંબઈમાં, એરટેલ જૂનથી અત્યાર સુધીમાં Jioના 515.38 Mbps સરેરાશ ડાઉનલોડની સરખામણીમાં 271.07 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પર પહોંચી ગઈ છે.


વારાણસીમાં ઝડપ


વારાણસીમાં Jio અને Airtelની ડાઉનલોડ સ્પીડ લગભગ સમાન છે. એરટેલે જૂન 2022 થી Jioની 485.22 Mbps સરેરાશ ડાઉનલોડ સ્પીડ સામે 516.57 Mbps સ્પીડ હાંસલ કરી છે.


ભારતી એરટેલે આઠ શહેરોમાં તેની 5G સેવાઓ શરૂ કરી છે અને Jioનું 5G બીટા ટેસ્ટ 'JioTr 5G ફોર ઓલ' હવે ચાર શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.