Koo Launches content moderation feature: સોશ્યલ મીડિયા પર વધી રહેલા યૌન શોષણ અને ન્યૂડિટી સાથે જોડાયેલા કન્ટેન્ટને લઇને માઇક્રોબ્લૉગિંગ સાઇટ કૂ એપે કેટલાક ફિચર્સને લૉન્ચ કર્યા છે. કંપની તરફથી એક્ટિવ કન્ટેન્ટ મૉડરેશન ફિચર્સને કોઇપણ પ્રકારની ન્યડિટી અને બાળ યૌન શોષણ વાળી કન્ટેન્ટને હટાવવા માટે શરૂ કરવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, આ ફિચર્સ દ્વારા વેબસાઇટ પર અપલૉડ થયેલી એવી કન્ટેન્ટને 5 સેકન્ડમાં જ હટાવી દેવામાં આવશે. આ યૂઝર્સ દ્વારા માત્ર આ પ્રકારની કન્ટેન્ટ જ ચિન્હિત કરવામાં આવે, એવું નથી પરંતુ આમાં એકાઉન્ટ બ્લૉક, કન્ટેન્ટ અને કૉમેન્ટ ડિલીટ વગેરે પણ સામેલ છે.  


ખરેખરમાં, કૂ તરફથી બાળ યૌન દૂર્વ્યવહાર સાથે જોડાયેલી કન્ટેન્ટ, અભદ્ર ભાષા, ખોટી સૂચના, નકલી જાણકારી, નકીલ પ્રૉફાઇલ પર નિયંત્રણ કરવા માટે ખાસ ફિચર પર કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કૂ તરફથી વેબસાઇટ પર શેર થઇ રહેલી કોઇપણ પ્રકારની કન્ટેન્ટને ડિલીટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ પ્રૉવાઇડ કરાવવામાં આવી શકે.


ફિચર્સમાં શું છે ખાસ ?
ખરેખરમાં, કૂ તરફથી 'નૉ ન્યૂડિટી એલ્ગૉરિધમ’ બનાવવામાં આવ્યું છે, જેનાથી વેબસાઇટ પર જેવી કોઇ ન્યૂડિટી વાળી કન્ટેન્ટ શેર થાય છે, તો આ ફિચર્સ એવી કન્ટેન્ટ અપલૉડ નથી થવા દેતું, અને તેને સર્ક્યૂલેટ થતા રોકે છે. આ આખી પ્રૉસેસમાં 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે. નવા ફિચર અંતર્ગત જો વેબસાઇટ પર કોઇપણ યૂઝર્સ તરફથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, તો 10 સેકન્ડથી ઓછા સમયમાં આની જાણ થઇ જાય છે, અને સર્ક્યૂલેટ થતા રોકી દેવામાં આવે છે. આની સાથે જ હિંસા, મેચ થતી પ્રૉફાઇલ, ફેક પ્રૉફાઇલ બનાવનારા યૂઝર્સનો પણ ખાસ ખ્યાલ આ ફિચરથી રાખવામાં આવે છે, અને જો કોઇ આવું કરે છે, તો થોડીક જ સેકન્ડોમાં આની જાણકારી મળી જાય છે. વળી, આ ફિચર્સ ફેક કન્ટેન્ટને સર્ક્યૂલેટ થતા બચાવવા પર પણ કામ કરે છે. જેથી ખોટી માહિતી વાયરલ ના થાય.


શું છે Koo ? 
આ એપને ટવિટરના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. આ ઇન્ડિયન માઇક્રો બ્લોગિંગ વેબસાઇટને અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંકની ટીમે 2020માં ડેવલપ કરી છે. ટવિટરની જે કૂ એપ પણ એક માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ છે. જ્યાં આપ જુદા જુદા મુદ્દા પર પોતાના મંતવ્ય રજૂ કરી શકો છો. આ ટીમે ઓગસ્ટ 2020માં ભારત સરકાર દ્રારા આયોજિત આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જને પણ જીતી હતી.


Koo Appના મોટા ભાગના ફિચર્સ Twitterથી મળતા આવે છે. જોકે બન્નેમાં કેટલીક વાતોનું અંતર છે. Twitter અંગ્રેજી ભાષામાં અવેલેબલ છે, જ્યારે Koo App હિન્દી, અંગ્રેજી સહિત 10 દેશી ભાષાઓમાં ઉપલબ્ધ છે. 


અગાઉ કૂએ આપ્યા હતા આ 4 નવા ફિચર્સ - 


શું છે નવા ચાર ફિચર્સ ?
કૂ (koo) ના યૂઝર્સ પોતાના પ્રૉફાઇલ પર મેક્સીમમ 10 ફોટો અપલૉડ કરી શકે છે. જો કોઇ યૂઝર્સ તમારી પ્રૉફાઇલ પર જશે તો આ તસવીરો ઓટો સ્ક્રૉલ થવા લાગશે. 


કૂ શિડ્યૂલ - 
જો તમે ઇચ્છો તો તમે કૂ (જે તમે પૉસ્ટ કરી રહ્યાં છે) તેને એક સમય માટે શિડ્યૂલ કરી શકો છો, આ પૉસ્ટને તમે એડિટ કે રિ-શિડ્યૂલ પણ કરી શકો છો.


ડ્રાફ્ટ સેવ - 
તમે ઇચ્છો તો તમારી પૉસ્ટને ડ્રાફ્ટ કરી શકો છો. આની સાથે જ આ પૉસ્ટને ફાઇનલ પબ્લિશ કરાવતા પહેલા તમે આને એડિટ પણ કરી શકો છો.


કૂ સેવનો ઓપ્શન - 
જો તમે કૂની કોઇ પૉસ્ટ સેવ કરવા ઇચ્છો છો, તો તમે આ કરી શકો છો. જો તમને લાગે છે કે, કોઇ જરૂરી પૉસ્ટ તમે સેવ કરીને રાખવા ઇચ્છો છો, તો આ ઓપ્શન તમારી મદદ કરશે. સેવ કરવામા આવેલા કૂ માત્ર યૂઝર્સને દેખાશે અને તેની પ્રૉફાઇલ પેજમાં ઉપલબ્ધ રહેશે.


આ ફિચર્સને લૉન્ચ કરતી વખતે કૂના કૉ-ફાઉન્ડર મયંક બિદાવતે કહ્યું નવા ફિચર્સથી કૂના તમામ યૂઝર્સને ખુબ મદદ મળશે, અને તેમને નવો એક્સપીરિયન્સ મળશે. કૂએ તાજેતરમાં જ 5 કરોડ ડાઉનલૉડ્સનો આંકડો પાર કર્યો છે. હાલમાં કૂ 10 ભાષાઓમાં અવેલેબલ છે.