Free Aadhaar Update Deadline: આધાર કાર્ડ એ ભારતમાં એક મહત્વપૂર્ણ ID છે જેનો ઉપયોગ શાળામાં પ્રવેશથી લઈને મુસાફરી, સરકારી યોજનાઓના લાભો મેળવવા, બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા સહિતના તમામ મહત્વપૂર્ણ કાર્યો માટે થાય છે. આવી સ્થિતિમાં આધાર અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આધાર જાહેર કરતી સંસ્થા UIDAIએ નાગરિકોને મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. જો તમે આ સુવિધા મેળવવા માંગતા હોવ તો 14 ડિસેમ્બર, 2023 સુધીમાં આધાર અપડેટ કરો.


10 વર્ષ જૂનું આધાર અપડેટ કરવું ફરજિયાત બનાવો


આધાર કાર્ડ આજકાલ ખૂબ જ મહત્વપૂર્ણ આઈડી બની ગયું છે. આવી સ્થિતિમાં આને લગતા છેતરપિંડીના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. નાગરિકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે UIDAI લોકોને 10 વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી રહ્યું છે.                   


તમે આ વિગતોને મફતમાં અપડેટ કરી શકો છો


UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ નાગરિક પોતાની બાયોમેટ્રિક માહિતી અને ડેમોગ્રાફીક ડેટા જેમ કે નામ, મોબાઈલ નંબર, લિંગ, સરનામું, પિન વગેરે કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી ઓનલાઈન અપડેટ કરી શકે છે. આ માટે તમારે કોઈ અલગથી ફી ચૂકવવાની રહેશે નહીં. આધાર અપડેટની સુવિધા ફક્ત ઓનલાઈન જ મળશે. આધાર સેન્ટર પર જઈને આધાર અપડેટ કરવા પર તમારે ફી ચૂકવવી પડશે.


આ રીતે મફતમાં આધાર ઓનલાઈન અપડેટ કરો-


-આ માટે UIDAIની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો.


-આ પછી તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે.


-ઉદાહરણ તરીકે એડ્રેસ અપડેટ કરવા માટે તમારે અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરવો પડશે.


-વધુમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કર્યા પછી અહીં OTP દાખલ કરવો પડશે.


-આ પછી ડોક્યુમેન્ટ્સ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.


-આગળ તમે આધાર સંબંધિત વિગતો જોવા મળશે.


-બધી વિગતો વેરિફાઇ કરો અને પછી સરનામું અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.


-આ પછી આધાર અપડેટ પ્રક્રિયાને સ્વીકાર કરી લો.


-આ પછી તમને 14 નંબરનો અપડેટ રિકવેસ્ટ નંબર (URN) નંબર મળશે.


-આના દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.