Amazon Flipkart Festive Sale: ભારતની બે સૌથી મોટી ઇ-કૉમર્સ સાઇટ અમેઝૉન અને ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવ સિઝન સેલનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા ચાર 4 દિવસોથી બન્ને કંપનીઓને 24 હજા કરોડથી વધુ ઓર્ડર મળ્યા છે, જેનાથી ઉત્સાહિત થઇને બન્ને કંપનીઓ ગ્રાહકોને રિઝાવામાં કોઇ કસર નથી છોડી રહી, અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે કઇ કઇ પ્રૉડક્ટ્સ પર શાનદાર ઓફર્સની સાથે તહેવારોની સિઝન માટે શૉપિંગ કરી શકો છો. 


અમેઝૉન પર તમે એસબીઆઇના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી શૉપિંગ અને પેમેન્ટ કરવા પર તરતજ 10 ટકા સુધીનુ કેશબેક મેળવી શકો છો. જ્યારે ફ્લિપકાર્ટ પર ICICI Bank, AXIS Bank અને Paytm થી પેમેન્ટ કરવા પર 10 ટકા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. 


50-70% ની છૂટ - 
અમઝૉન અને ફ્લિપકાર્ટ, આ બન્ને કંપનીઓ કેટલીક પ્રૉડ્કટ્સ પર 50 ટકાથી 70 ટકા સુધીની છૂટ આપી રહી છે. આ પ્રૉડક્ટ્સમાં ઇલેક્ટ્રૉનિક્સ સામાન ખાસ કરીને લેપટૉપ્સ અને મોબાઇલ એસેસરીઝ સામેલ છે. 


ફર્નિચર પર 85% સુધીની છૂટ - 
અમેઝૉન, ફર્નિચર અને ગાદલા પર 85 ટકા સુધીની ભારે ભરખમ છૂટ આપી રહ્યું છે., જોકે, આ ડિસ્કાઉન્ટને મેળવવા માટે ગ્રાહકોને કેટલીક શરતોનુ પાલન કરવુ પડશે. 


મિનિમમ EMI સ્કીમ્સ - 
ફેસ્ટિવ સિઝનમાં તમામ કંપનીઓ ગ્રાહકોને લોભાવવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે, ભલે કેશબેક, ઓફર્સ હોય કે પછી સીધી છૂટ. આ ઉપરાંત ઇ-કોમર્સ સાઇટો ગ્રાહકોને શાનદાર ઇએમઆઇ ઓપ્શન પણ ઉપલબ્ધ કરાવી રહી છે. ગ્રાહકો મોંઘા સામાનને આસાનીથી હપ્તામાં ખરીદી શકે છે, અને આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા તહેવારોની સિઝનમાં સેલ દરમિયાન આ કંપનીઓ પહેલા ચાર દિવસમાં 24,500 કરોડ રૂપિયા (લગભગ 3.5 અબજ ડૉલર) થી વધુની કમાણી કરી છે. આંકડા અનુસાર, આ સમયમાં લગભગ સાડા 5 કરોડ લોકોએ આ ઇ-કોમર્સ સાઇટો પરથી શૉપિંગ કર્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર મિનીટમાં લગભગ 1,100 મોબાઇલ ફોન આ કંપનીઓએ વેચ્યા છે. યૂનિટ્સના હિસાબથી પહેલા ચાર દિવસોમાં (22-26 સપ્ટેમ્બર) 60-70 લાખ મોબાઇલ ફોન વેચ્યા છે. આ વર્ષની ફેસ્ટિવ સિઝન સેલના પહેલા ચાર દિવસના આંકડા ગયા વર્ષની ફેસ્ટિવ સેલના પહેલા ચાર દિવસની સરખામણીમાં 1.3 ગણા વધારે છે.