Tecno POP 7 Pro: ટેકનો પૉપ 7 પ્રૉની ભારતમાં કાલે લૉન્ચ ડેટ કન્ફૉર્મ થઇ ચૂકી છે. ફોનને તાજેતરમાં જ ગ્લૉબલ માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો, જે પછી આનો યૂઝર્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા કે આ ફોન ભારતમાં ક્યારે આવશે. હવે કંપનીએ આ ટેકનો પૉપ 7 પ્રૉની ઇન્ડિય લૉન્ચ ડેટને કન્ફોર્મ કરી દીધી છે. 


આ એક બજેટ સ્માર્ટફોન હશે, આનો અર્થ છે કે, તમને શાનદાર ફિચર્સ માટે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આની સાથે જ MediaTek Helio A22 પ્રૉસેસરની સાથે આવશે. જાણો તમામ ડિટેલ્સ કિંમત અને ફિચર્સ.... 


Tecno POP 7 Pro ની લૉન્ચ ડેટ અને કિંમત - 
ટેકનોએ પોતાના ઓફિશિયલ Twitter હેન્ડલ પરથી Tecno POP 7 Proની કિંમત લૉન્ચ ડેટ કન્ફોર્મ કરી છે. કંપનીએ સ્પષ્ટ રીતે લખ્યુ ચે કે, ફોન કાલે (16 ફેબ્રુઆરી 2023) એ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. શરૂઆતમાં અમે બતાવ્યુ છે કે, ફોન પહેલા જ ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી ચૂક્યો છે. ગ્લૉબલ માર્કેટમાં ફોનની કિંમત NGR 64,000 (લગભગ 11,477 રૂપિયા) છે. ઇન્ડિયામાં પણ કિંમત 11,000 થી 12,000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. આ ઉપરાંત ભારતીય વેરિએન્ટની સ્પેશિફિકેશન્સ પણ ગ્લૉબલ વેરિએન્ટની સમાન હોઇ શકે છે.  


Tecno Pop 7 Pro ના સ્પેશિફિકેશન્સ - 
ઓપરેટિંગ સિસ્ટમ : Android 12 
ડિસ્પ્લે : 6.56 ઇંચ HD+ 
પ્રૉસેસર : MediaTek Helio A22 
રેમ અને સ્ટૉરેજ : 3GB RAM, 4GB RAM અને 64GB સ્ટૉરેજ
બેટરી : 5,000mAh બેટરી
ચાર્જિંગ : 10W ફાસ્ટ ચાર્જિંગ 
કનેક્ટિવિટી : યૂએસબી ટાઇપ પૉર્ટ સી, 4જી, વાઇફાઇ અને બ્લૂટુથ સપોર્ટ 


ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ થયેલા ફોનમાં Android 12 બેઝ્ડ HiOS 12 ઓપરેટિંગ સિસ્ટમ, 6.56 ઇંચ HD+ ડિસ્પ્લે, વૉટરડ્રૉપ નૉચ, MediaTek Helio A22 પ્રૉસેસર, RAM તથા 4GB RAM ઓપ્શન આપવામાં આવ્યા છે. આની સાથે જ ફોનનું સ્ટૉરેજ 64GB છે. આશા છે કે, ભારતના વેરિએન્ટમાં પણ આ ફિચર્સ આપવામાં આવશે. આની સાથે જ ટેકનો પૉપ 7 પ્રૉ ફોનમાં 13MPનો પ્રાઇમરી કેમેરો અને QVGA ડેપ્થ સેન્સર મળી શકે છે. રિયર કેમેરા સેટઅપમાં LED ફ્લેશ અને કેમેરા આઇલેન્ડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવી શકે છે. ટેકનો મોબાઇલ મેકરે આ ઉપરાંત પણ ભારતીય માર્કેટમાં અનેક પ્રકારના હાઇટેક ફોન બજેટ કિંમતમાં લૉન્ચ કર્યા છે.