નવી દિલ્હીઃ WhatsAppના વિકલ્પ તરીકે હાલમાં જ ઘણાં લોકોએ Signal એપ અપનાવી છે. નવી હોવાને કારણે Signal એપ પર હાલમાં વધારે ફીચર નથી પરંતુ ટૂંકમાં જ એપનો ઉપયોગ કરી રહેલ લોકોને વોટ્સઅપના 5 શાનદાર ફીચર્સ મળવાના છે.

આવો જાણીએ એ ક્યા ફીચર્સ હશે જે સિગ્નલમાં પણ મળશે

- એનિમેટેડ સ્કિટર્સ ઘણઉં રસપ્રદ ફીચર્ છે. હવે આ ફીચર્સ ટૂંકમાં Signal પર જોવા મળશે.

- વિતેલા વર્ષે વોટ્સઅપે કસ્ટમ વોલપેપરનું ફીચર લોન્ચ કર્યું હતું. તેમાં દરેક ચેટ માટે અલગ અલગ વોલપેપર સેટ કરવામાં આવ્યા છે. આ ફીચર ટૂંકમાં જ Signalમાં પણ જોવા મળશે. વોટ્સઅપ અબાઉટ સ્ટેટસથી યૂઝર્સ કસ્ટમ અથવા પહેલેથી જ આપવામાં આવેલ 11 સ્ટેટસમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. જેમાં ‘Available’, ‘Busy’, ‘At school’, ‘At the movies’, ‘At work’, જેવા સ્ટેટસ સામેલ છે. આ ફીચર પણ ટૂંકમાં જ Signal માં પણ જોવા મળશે.

- WhatsApp માં એક સાથે આઠ લોકોને કોલ કરી શખાય છે. હવે Signalમાં પણ આ સુવિધા પોતાના યૂઝર્સને આપવા જઈ રહ્યું છે.

- WhatsAppની જેમ જ કન્ટેન્ટ સજેશનનું ફીચર પણ ટૂંકમાં જ Signalમાં જોવા મળશે. આ ફીચરમાં જે યૂઝર્સની સાથે તમે વધારે વાદ કરો છો તે ચેટ ટોપ પર જોવા મળશે.