Mahashivratri 2023 Stickers: આગામી 18 ફેબ્રુઆરી, 2023ના દિવસે દેશભરતમાં ભગવાન શિવના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના તહેવારને હિન્દુ ધર્મના લોકો ભવ્યાતિ ભવ્ય રીતે મનાવે છે, આ દિવસે લોકો એકબીજાને મહાશિવરાત્રીની શુભેચ્છા પણ પાઠવે છે, જોકે, આજના આધુનિક યુગમાં જો તમે તમારા સગા-સંબંધી કે દોસ્તોને મળી ના શકતા હોય તો, અહીં બતાવેલી રીત પ્રમાણે મહાશિવરાત્રીની શુભેચ્છાઓ તમને તેમને આસાનીથી પાઠવી શકો છે, આ માટે તમારે મહાશિવરાત્રી સ્ટીકર્સનો ઉપયોગ કરવો પડશે. 


તમે તમારા વૉટ્સએપથી તમારા દોસ્તો અને સ્નેહીજનોને સારામાં સારા મહાશિવરાત્રી સ્ટીકર્સ મોકલી શકો છો, જાણો આ સ્ટીકર્સ ને કઇ રીતે ડાઉનલૉડ કરીને મોકલી શકાય છે. 


WhatsApp પર આ રીતે મોકલો Mahashivratri 2023 Stickers - 


સૌથી પહેલા તમારે પોતાના Android સ્માર્ટફોનમાં Whatsapp ને ઓપન કરવાનુ છે. 
હવે જિ પણ ચેટ ગૃપમાં તમારે મહાશિવરાત્રીના સ્ટીકરો મોકલવા છે, તે ચેટને ઓપન કરો. 
હવે ચેટમાં ટાઇપિંગ પર દેખાઇ રહેલી Emoji પર ટેપ કરો.
અહીં તમારે Emoji, Gif અને Stickersનો ઓપ્શન દેખાશે. તમે Stickers પર ક્લિક કરીને + આઇકૉન પર ટેપ કરી દો. 
આ પછી બૉટમમાં દેખાઇ રહેલી Discover Stickers Apps પર ટેપ કરો. 
નેક્સ્ટ વિન્ડોમાં ઉપર દેખાઇ રહેલા સર્ચ બારમાં જઇને Mahashivratri 2023 Stickers લખીને ટાઇપ કરો. 
હવે તમારે કેટલીય એપ્સના ઓપ્શન દેખાશે, અહીંથી તમે તમારી પસંદગીનુ સ્ટીકર એપને ડાઉનલૉડ કરી શકો છો.
એપ ડાઉનલૉડ થયા બાદ તમે જ્યારે તમે આને ઓપન કરશો તો તમારે કેટલાય સ્ટીકર પેક દેખાશે. 
અહીં જે પણ પેક તમને પસંદ આવે છે, તેના બાજુમાં દેખાઇ રહેલા + આઇકૉન પર ટેપ કરો અને ADD પર ક્લિક કરી દો. 
હવે જ્યારે પણ તમે વૉટ્સએપ ઓપન કરશો, અને સ્ટીકર પર જશો, તો તમારે ઉપર ડાઉનલૉડેડ સ્ટીકર પેક દેખાશે. આ પેકમાંથી તમે કોઇપણ સ્ટીકર પોતાના દોસ્તો તથા પરિવારજનોને આસાનીથી મોકલી શકો છો. 


 


મહાશિવરાત્રિમાં 4 પ્રહરમાં પૂજા કરવાનું મહત્વ


એવી પૌરાણિક માન્યતા છે કે આ દિવસે  ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે એકાંતનું જીવન છોડી ગૃહસ્થનું જીવન અપનાવ્યું હતું. આ સિવાય અન્ય ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ચાર પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે ચાર પ્રહરની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. ધર્મ, અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 4 પ્રહરની પૂજા સાંજથી શરૂ થાય છે એટલે કે પ્રદોષ વેલા બીજા દિવસે બ્રહ્મમુહૂર્ત સુધી. પ્રથમ ચરણમાં દૂધ વડે શિવના ઇશાન સ્વરૂપની, બીજા તબક્કામાં દહીંથી અઘોર સ્વરૂપ, ત્રીજા ચરણમાં ઘી વડે વામદેવ સ્વરૂપ અને ચોથા તબક્કામાં મધ વડે સદ્યોજત સ્વરૂપની પૂજા કરો. મહાશિવરાત્રિની રાત્રિ મહાસિદ્ધિદાયિની છે, તેથી આ મહારાત્રિ પર કરવામાં આવતી પૂજા વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. જો કોઈ શિવ ભક્ત ચાર વખત પૂજા-અભિષેક કરી શકતો નથી અને પ્રથમ પ્રહરમાં માત્ર એક જ વાર પૂજા કરે છે તો તેને પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.