Instagram Privacy Features:  Instagram એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં આપણે આપણા જીવનની દરેક ક્ષણને કેપ્ચર કરીએ છીએ અને તેને અન્ય લોકો સાથે શેર કરીએ છીએ. આપણા મિત્રો સાથેની પાર્ટી હોય કે કોઈ ખાસ ક્ષણ હોય આપણે બધું જ Instagram પર અપલોડ કરીએ છીએ. પરંતુ, આ ઓપન પ્લેટફોર્મ પર તમારી પ્રાઇવેસીનું રક્ષણ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત આપણે નથી ઈચ્છતા કે દરેક વ્યક્તિ તમારી પોસ્ટ અને સ્ટોરી જોવે. આવી સ્થિતિમાં, ઇન્સ્ટાગ્રામ આપણને આવા ઘણા ફીચર્સ આપે છે જેની મદદથી આપણે આપણા એકાઉન્ટને વધુ પ્રાઇવેટ બનાવી શકીએ છીએ.


આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઓનલાઈન સેફ્ટી ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તમારી પ્રાઇવેસી જાળવવી એ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. જો તમે ઇચ્છતા નથી કે અજાણ્યા લોકો તમારી પોસ્ટ અને સ્ટોરી જુએ તો તમે કેટલીક સરળ ટિપ્સની મદદથી તમારા એકાઉન્ટને પ્રાઇવેટ બનાવી શકો છો. જો તમે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ મોડ પર રાખવા માંગતા નથી તો તમે આ ટિપ્સને ફોલો કરી શકો છો


Instagram ના પ્રાઇવેસી ફીચર્સ


તમે તમારા Instagram એકાઉન્ટને કેવી રીતે વધુ પ્રાઇવેટ બનાવી શકો છો


ક્લોઝ ફ્રેન્ડ્સનું લિસ્ટ બનાવો


જો તમે ઈચ્છતા નથી કે તમારા બધા ફોલોઅર્સ તમારી પોસ્ટ અને સ્ટોરી જોવે તો ક્લોઝ ફ્રેન્ડ્સનું લિસ્ટ બનાવો. આ લિસ્ટમાં તમે એવા લોકોને એડ કરી શકો છો જેમની સાથે તમે તમારી અંગત વસ્તુઓ શેર કરવા માંગો છો.


આ માટે એપમાં સેટિંગ્સમાં જાવ અને ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ પર ટેપ કરો. અહીં તમે તે મિત્રોના નામ પસંદ કરી શકો છો જેની સાથે તમે પોસ્ટ અથવા સ્ટોરી શેર કરવા માંગો છો.


સ્ટોરી અને લાઇવ હાઇડ કરો


જો તમે કોઈ ચોક્કસ વ્યક્તિને તમારી સ્ટોરી અને લાઈવ વીડિયો બતાવવા માંગતા ન હોવ તો તમે તેને હાઇડ કરી શકો છો. આ માટે તમારા Instagram સેટિંગ્સ પર જાવ અને 'Who can see your content' સેક્શનમાં જાવ અને 'Hide story and live' વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને લિસ્ટમાં લોકોને સામેલ કરવાનો વિકલ્પ મળશે.


એક્ટિવિટી સ્ટેટ્સ છૂપાવો


WhatsAppની જેમ Instagram પણ બતાવે છે કે તમે છેલ્લે ક્યારે ઓનલાઈન હતા. જો તમે તેને છૂપાવવા માંગતા હોવ તો સેટિંગ્સ પર જાવ અને ‘Messages and story replies’ સેક્શનમાં ‘Show activity status’ ને ડિસેબલ કરો.


રીડ રિસીપ્ટ્સ બંધ કરો


ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જોઈ શકો છો કે તમારા મેસેજ ક્યારે વાંચવામાં આવ્યા હતા. જો તમે લોકોને ખબર ન પડે કે તમે તેમના મેસેજ વાંચ્યા છે, તો સેટિંગ્સ પર જાવ અને ‘Messages and story replies’ સેક્શનમાં જાવ અને ‘Show read receipts’ને ડિસેબલ કરી દો.


કેટલાક લોકો સાથે ઇન્ટરેક્શન લિમિટ કરો


જો કોઈ તમને પરેશાન કરતું હોય તો તમે તેમની સાથે ઇન્ટરેક્શન લિમિટ કરી શકો છો. આમ કરવાથી તે વ્યક્તિ તમને મેસેજ, કોમેન્ટ અને રિપ્લાય આપી શકશે નહીં. આ માટે સેટિંગ્સ પર જાવ અને ‘How others can interact with you’સેક્શનમાં ‘Limit interactions’ વિકલ્પ પસંદ કરો.


OpenAI એ લૉન્ચ કર્યું પોતાનું સર્ચ એન્જિન, Google અને Microsoft નું વધ્યુ ટેન્શન