Vi Prepaid Recharge Plans: આજકાલ ભારતીય ટેલિકોમ યૂઝર્સ પછી ભલે તેઓ કોઈપણ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય, તેને રિચાર્જ કરતા પહેલા તેઓ ચોક્કસપણે કૉલિંગ અને ડેટા લાભો તેમજ મફત OTT પ્લેટફોર્મની વિગતો તપાસે છે. તેમાંથી મોટાભાગના યૂઝર્સ પણ મફત નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન ઇચ્છે છે. જો તેમને આ મળે છે તો તે રિચાર્જ પ્લાન તેમના માટે બેસ્ટ પ્લાન બની જશે. ચાલો આ આર્ટિકલમાં તમને જણાવીએ કે ભારતમાં કઈ ટેલિકોમ કંપની સૌથી સસ્તા પ્લાનમાં નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે.


Free Netflix વાળો પહેલો Vi Plan 
તમને જાણીને નવાઈ લાગશે કે Vodafone-Idea એટલે કે Vi કંપની Jio અને Airtelના રિચાર્જ પ્લાન કરતાં ઓછી કિંમતે ફ્રી Netflix સબસ્ક્રિપ્શન આપે છે. Vi રૂ 1,198 નો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, જેમાં યૂઝર્સને 70 દિવસની વેલિડિટી સાથે અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 2GB દૈનિક ઇન્ટરનેટ ડેટા મળે છે. તે દરરોજ 100 SMS ની સુવિધા પણ પ્રદાન કરે છે.


આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તે નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે. આ સિવાય Vi ના આ રિચાર્જ પ્લાનમાં Binge All Night, Weekend Data Rollover અને Data Delights જેવા લાભો પણ ઉપલબ્ધ છે. વીકએન્ડ ડેટા રૉલઓવર એ એક સારી સુવિધા છે, આના દ્વારા તમે શનિવાર અને રવિવારના રોજ શનિવાર અને રવિવારના રોજની ડેટા મર્યાદામાંથી જેટલો ડેટા બચાવશો તે વેડફાશે નહીં. તમે આગામી દિવસોમાં તેનો ઉપયોગ કરી શકશો. આવી સુવિધા સામાન્ય રીતે Jio અથવા Airtelના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ હોતી નથી.


Free Netflix વાળો બીજો Vi Plan 
આ લિસ્ટમાં બીજો પ્લાન 1,599 રૂપિયાનો છે. આ પ્લાનમાં, Vi તેના યુઝર્સને 84 દિવસ માટે દરરોજ 2.5GB ડેટા અને 100SMSની અમર્યાદિત કૉલિંગ સુવિધા પ્રદાન કરે છે. આ સિવાય આ પ્લાન સાથે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન પણ બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે. Vi ના આ રિચાર્જ પ્લાનમાં Binge All Night, Weekend Data Rollover અને Data Delights જેવા લાભો પણ ઉપલબ્ધ છે.


આ પણ વાંચો


YouTubeએ કરી મોટી ભૂલ, પહેલા ઘણી ચેનલો પર પ્રતિબંધ મૂક્યો અને પછી માંગી માફી