Brain-Typing AI: આ ડિજિટલ દુનિયામાં લોકો નવી ટેકનોલોજીથી ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે વિચારો છો તે ઓટોમેટિક ટાઇપ થઈ જાય છે ? હા, ખરેખર 2017 માં ફેસબુકે એક અનોખો વિચાર રજૂ કર્યો હતો. કંપનીના મતે, એવી મગજ વાંચન પ્રણાલી હોવી જોઈએ જે ફક્ત વિચારીને જ ટાઇપ કરી શકે. ઘણા વર્ષોના સંશોધન પછી કંપનીએ આ દિશામાં પ્રગતિ કરી છે. જોકે, આ ટેકનોલોજી હજુ સુધી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.

Continues below advertisement


કઇ રીતે કામ કરે છે Meta નું બ્રેઇન-ટાઇપિંગ AI - 
મેટાની ટેકનોલોજી મગજની પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવા અને વ્યક્તિ કયો અક્ષર લખી રહી છે તેની આગાહી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ન્યૂરૉસાયન્સનો ઉપયોગ કરે છે. પરંતુ આમાં પણ એક સમસ્યા છે. ખરેખર, આ આખી સિસ્ટમ એક મોટા અને મોંઘા સાધનો પર આધારિત છે. ઉપરાંત તેનો ઉપયોગ ફક્ત નિયંત્રિત પ્રયોગ ખંડમાં જ થઈ શકે છે.


MIT ટેકનોલોજી રિવ્યૂ અનુસાર, આ ટેકનોલોજી મેગ્નેટોએન્સેફાલોગ્રાફી (MEG) મશીનનો ઉપયોગ કરે છે, જે મગજની નાનીમાં નાની પ્રવૃત્તિઓને પણ ચૂંબકીય સંકેતો દ્વારા મશીનમાં મોકલે છે. આ મશીન ખૂબ જ સંવેદનશીલ છે.


સામાન્ય લોકો માટે હજુ સુધી નથી ઉપલબ્ધ  
ભલે આ ટેકનોલોજી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક મોટી સિદ્ધિ છે, છતાં તેને ઉત્પાદન બનવામાં હજુ ઘણો સમય લાગશે. આ પાછળ ઘણા કારણો છે.


MEG મશીનનું વજન અડધો ટન છે અને તેની કિંમત લગભગ $2 મિલિયન (રૂ. 16 કરોડ) છે. એટલા માટે આ પણ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવી શકાતું નથી. આ ઉપરાંત, આ મશીનનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ એકદમ સ્થિર બેસવું પડશે કારણ કે થોડી પણ હિલચાલ મગજના સંદેશાઓ ખોટા બનાવી શકે છે. મેટા સંશોધક જીન-રેમી કિંગ અને તેમની ટીમ આ ટેકનોલોજીને ઉત્પાદનમાં વિકસાવવાને બદલે મગજમાં ભાષાની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


આ પણ વાંચો


AI નો જવાબ... આજે કોણ જીતશે- ભારત કે ન્યૂઝીલેન્ડ ? એલન મસ્કના Grok અને Meta Ai એ આપ્યો ચોંકાવનારો જવાબ