નવી દિલ્હીઃ દેસી સ્માર્ટફોન મેકર કંપની માઇક્રૉમેક્સ (Micromax) આજે ભારતમાં પોતાનો નવો માઇક્રૉમેક્સ ઇન 2જી (Micromax In 2b) લૉન્ચ કરવા જઇ રહી છે. આ ફોનની સેલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર કરવામાં આવશે. આ ફોનમાં 5000mAh ની બેટરી ઉપરાંત દમદાર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. Micromax In 2bને અહીં 10 થી 15 હજાર રૂપિયાની કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. આવો જાણીએ ફોનની સ્પેશિફિકેશન્સ વિશે......... 


સંભવિત સ્પેશિફિકેશન્સ---
લીક રિપોર્ટ્સનુ માનીએ તો Micromax In 2b સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એચડી+ LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. બેસ્ટ પરફોર્મન્સ માટે આમાં ઓક્ટાકૉર Unisoc પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 4GB રેમ અને 64GBની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકો છો.


કેમેરા- 
જો ફોટોગ્રાફીની વાત કરીએ તો Micromax In 2b સ્માર્ટફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો હશે. વળી, સેકન્ડરી કેમેરો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


5000mAhની છે બેટરી-
Micromax In 2b સ્માર્ટફોનમાં પાવર માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, આ ફોન બ્લેક, ગ્રીન અને બ્લૂ કલર ઓપ્શનમાં અવેલેબલ રહેશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇન, બ્લૂટૂથ, જીપીએસ, યુએસબી જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. માઇક્રોમેક્સના આ ફોનની કિંમત 10 થી 15 હજાર રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.  


Tecno Spark 7 Pro સાથે ટક્કર- 


Micromax In 2bની ટક્કર ભારતમાં Tecno Spark 7 Pro સાથે થશે. આ ફોનમાં પણ 6.6 ઇંચની એચડી પ્લસ ડિસ્પલે છે. Tecno Spark 7 Proમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, વળી 8 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો અને AI લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, ખાસ વાત છે કે આની કિંમત પણ 9,999 રૂપિયા જ છે.