Microsoft એ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ભવિષ્ય અંગે આશાવાદી દૃષ્ટિકોણ અપનાવ્યો છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના અધ્યક્ષ પુનીત ચંડોકના મતે, AI ટેકનોલોજી અલગ અલગ ઉદ્યોગોમાં ઝડપથી અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને "Copilot" જેવા ટૂલ્સની વધતી લોકપ્રિયતા સાથે AI ટેકનોલોજીનો વિસ્તાર ખૂબ ઝડપથી થઈ રહ્યો છે.
ચંડોકે PTIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "AI અંગે લોકોનો દૃષ્ટિકોણ શંકાથી બદલાઈને હવે રિયલિસ્ટિક અને પોઝિટિવ ઇફેક્ટ્સ પર કેન્દ્રિત થયો છે. માઇક્રોસોફ્ટનું માનવું છે કે AIની ક્ષમતા માત્ર ટેકનિકલ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે."
માઇક્રોસોફ્ટ ઇન્ડિયા હેડે શું કહ્યું?
ચંડોકે AIના વિકાસમાં સુરક્ષા, ડેટા પ્રાઇવસી, ટ્રાન્સપેરન્સી અને બાયસ (પક્ષપાત)ને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, "કોઈપણ ટેકનોલોજીમાં 'સુરક્ષા' ડિઝાઇન દરમિયાન જ સુનિશ્ચિત કરવી જોઈએ, તેને પછીથી જોડી શકાતી નથી. માઇક્રોસોફ્ટ તેના ગ્રાહકોના ડેટાને સુરક્ષિત રાખવા અને AIનો નૈતિક રીતે ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે."
ચંડોકનું કહેવું છે કે, "ભારત વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટના સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે. અહીં 7000થી વધુ લિસ્ટેડ કંપનીઓ છે અને આ દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ભારતમાં લગભગ 60 મિલિયનથી વધુ નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs) છે, જે AIના વ્યાપક ઉપયોગ માટે એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે."
ભારતમાં AIનું ઉજ્જવળ ભવિષ્ય
માઇક્રોસોફ્ટના GitHub પ્લેટફોર્મ પર પણ ભારતની સ્થિતિ શ્રેષ્ઠ છે. વર્તમાનમાં લગભગ 1.5 કરોડ ભારતીય ડેવલપર્સ આ પ્લેટફોર્મ પર સક્રિય છે, અને આગામી કેટલાક વર્ષોમાં આ સંખ્યા અમેરિકાને પણ પાછળ છોડી શકે છે. ચંડોકે એ પણ જણાવ્યું કે વિશ્વના AI રિસર્ચર્સ અને ડેવલપર્સમાંથી છઠ્ઠો ભાગ ભારતથી આવે છે.
એક તાજેતરના અભ્યાસ અનુસાર, આગામી દસ વર્ષોમાં વિશ્વની વર્કફોર્સમાં જોડાનાર દર ચોથા કર્મચારીનો સંબંધ ભારત સાથે હશે, જે વૈશ્વિક સ્તરે ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. ભારતમાં AIના વિકાસ માટે સ્કિલ ટ્રેનિંગ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીની વ્યાપક પહોંચને જોતાં માઇક્રોસોફ્ટનું માનવું છે કે ભારત AIનું એક ગ્લોબલ સેન્ટર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ