નવી દિલ્હીઃ Microsoft Windows 11નો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે. આજે યૂઝર્સ માટે આને રિલીઝ કરવામાં આવશે. વળી, આ પહેલા યૂઝર્સના મનમાં સવાલ છે કે શું તેમના પીસી કે પછી લેપટૉપમાં આ કામ કરશે કે નહીં. જો તમારો પણ આ સવાલ છે તો આના વિશે આસાનીથી જાણી શકાય છે. કંપનીએ PC Health Checkના નામથી છેલ્લા થોડાક દિવસ પહેલા એક ટૂલ રિલીઝ કર્યુ હતુ, જેની મદદથી યૂઝર્સ જાણી શકે છે કે તેમના પીસી કે પછી લેપટૉપમાં Windows 11 કામ કરશે કે નહીં. જાણો આ કઇ રીતે જાણી શકાય..... 


Windows 11 માટે PCમાં હોવુ જરૂરી - 
Windows 11 માટે PC માં કમ સે કમ બે કોર અને 1GHz ક્લૉક સ્પીડ હોવી જોઇએ. મેમૉરીના મામલે કમ સે કમ 4GB રેમ અને 64GB ઓનબોર્ડ સ્ટૉરેજ હોય ત્યારે જ તમે આના વિશે વિચારી શકો છો. સાથે જ TPM 2.0 ફિચર સહિત 64-બિટ CPUની પણ જરૂર પડશે. માઇક્રોસૉફ્ટે CPUનુ એક લિસ્ટ જાહેર કર્યુ છે જે Windows 11ને સપોર્ટ કરશે. આ લિસ્ટમાં 8 જનરેશનના Intel પ્રૉસેસર, સિલેક્ટેડ 7 જનરેશનના Intel પ્રૉસેસર વાળુ સીપીયુ સામેલ છે. 


Windows 11 પોતાના પીસીમાં અપગ્રેડ કરી શકો છો કે નહીં આ રીતે કરો ચેક- 


આ માટે સૌથી પહેલા તમારે આની ઓફિશિયલ વેબસાઇટ https://aka.ms/GetPCHealthCheckApp પર જવુ પડશે. 
આ પછી હવે અહીં PC Health Check એપ ડાઉનલૉડ કરી લો. 
પછી ડાઉનલૉડ કરવામાં આવેલી ઇન્સ્ટૉલેશન ફાઇલને બે વાર ક્લિક કરીને રન કરાવો. 
આ પછી સ્ક્રીન પર જે પણ સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, તેને ફોલો કરો. 
એકવાર ઇન્સ્ટૉલેશન કમ્પલેટ થયા બાદ પોતાના પીસી પર ટૂલને ખોલો. 
હવે અહીં Check Nowના ઓપ્શન પર ક્લિક કરો. 
અહીં તમને એક પૉપ-અપ મેસેજ મળશે, જેનાથી તમને ખબર પડશે કે તમે તમારા પીસીમાં Windows 11ને ઇન્સ્ટૉલ કરી શકો છો કે નહીં.