આ કારણે વધી શકે છે મોબાઈલ ડેટાની કિંમત
મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ મોબાઈલ ડેટા માટે ફ્લોર રેટ નક્કી કરવાની માગકરી રહી છે. ફ્લોટ રેટ મોબાઈલ ડેટા માટે ઓછામાં ઓછી કિંમત હશે. આમ થવા પર તમામ કંપનીઓએ ઓછામાં ઓછા મૂલ્ય પર પોતાના મોબાઈલ ડેટાના પેકની કિંમત નક્કી કરવાની રહેશે. તમને જણાવીએ કે, વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ દેવામાં ડૂબેલી છે. જ્યારે રિલાયન્સ જિઓ પણ ઈચ્છેછે કે ફ્લોર રેટ નક્કી થવા જોઈએ. તમને જણાવીએ કે વોડાપોને 35 રૂપિયા પ્રતિ જીબી ડેટા આપવાની માગ કરી છે. જ્યારે એરટેલે 30 રૂપિયા પ્રતિ જીબી અને રિલાયન્સ જિઓએ 20 રૂપિયા પ્રતિ જીબી ફ્લોટ રેટ રાખવાની માગ કરી છે.
જ્યારે મોબાઈલ ડેટાની કિંમતમાં ઉછાળાની સંભાવના એટલા માટે પણ છે કે કારણ કે નીતિ આયોગના પ્રમુખ અમિતાભ કાંતે પણ મોબાઈલ ડેટા માટે ફ્લોટ રેટ નક્કી કરવાની માગ કરી છે. અમિતાભ કાંતે કહ્યું કે, ભારતનું ટેલીકોમ સેક્ટર દેવામાં ડૂબેલ છે. તેમાંથી બહાર આવવા માટે અમિતાભ કાંતે આ નિર્ણયનું સમર્થન કર્યું છે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આમ કરવાથી તમામ સમસ્યા દૂર નહીં થાય. તમને જણાવીએ કે, ફ્લોટ રેટ નક્કી ન હોવાને કારણે ટેલીકોમ કંપનીઓ મોબાઈલ ડેટાની કિંમત જાતે નક્કી કરી છે. એવામાં તેમને માર્કેટની દોડમાં ટકી રહેવા માટે સસ્તો મોબાઈલ ડેટા આપવો પડી રહ્યો છે.
જો ટેલીકોમ કંપનીઓની ભલામણ સ્વીકારી લેવામાં આવે તો સરેરાશ 25 રૂપિયા પ્રતિ જીબી સુધી ડેટાની કિંમત ચૂકવવી પડી શકે છે. એવામાં એક મહિના માટે જો તમે 1.5 જીબી પ્રતિ દિવસ પ્રમાણે 45 જીબી ડેટાનો ઉપયોગ કરો છો તો તેના માટે તમારે એક હજાર રૂપિયાથી વધારે ચૂકવવા પડી શકે છે.