સુરતઃ કતારગામમાં ગેંગરેપ પીડિતાનું પિતાનું આરોપીઓના પરિવારે કરેલા હુમલામાં મોત થયું છે. આરોપી જય ખોખરિયા સહિતના સાગરિતોએ સગીર પીડિતાના પિતા અને ભાઈ પર 13 દિવસ પહેલા હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું છે. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ ઘટનાની વિગતો એવી છે કે, છ મહિના પહેલા 16 વર્ષીય સગીરા પર આરોપી જય ખોખરિયા અને તેના 6 મિત્રોએ ગેંગરેપ ગુજાર્યો હતો. આ પછી પણ તેમણે સગીરાની છેડતી ચાલું રાખી હતી. આ અંગે પીડિતાના પરિવારને જાણ થતાં સગીરાના પિતા જયને ઠપકો આપવા માટે ગયા હતા. જોકે, અહીં જય તેમજ તેના પરિવારના સભ્યો સહિતના શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરાના પિતાને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમયે હત્યાના પ્રયાસનો ગુનો આરોપીઓ સામે થયો હતો. તેમજ સગીરાએ જય અને તેના મિત્રો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન 13 દિવસની સારવાર બાદ પિતાનું મોત થયું છે, ત્યારે હવે પોલીસે હત્યાની કલમ ઉમરેી છે. આ ગેંગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
સગીરા પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરવાની તેમજ મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો.