iQOO Neo 10R: સ્માર્ટફોન ઉત્પાદક કંપની iQOO ટૂંક સમયમાં બજારમાં એક નવો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની બજારમાં iQoo Neo 10R 5G લૉન્ચ કરવા જઈ રહી છે, જેની લૉન્ચ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ખરેખર, આ ફોન ભારતમાં 11 માર્ચે લૉન્ચ થશે. લોન્ચ પહેલા કંપનીએ આ ફોનના કેટલાક ફિચર્સ પણ જાહેર કર્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં iQoo એ પુષ્ટિ આપી છે કે આ સ્માર્ટફોન 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
દમદાર ચિપસેટ અને પરફોર્મન્સ
કંપનીએ પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે આ ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8s Gen 3 પ્રૉસેસર સાથે બજારમાં લૉન્ચ કરવામાં આવશે. આ ચિપસેટ LPDDR5X RAM અને UFS 4.0 સ્ટૉરેજ સાથે જોડાયેલ હશે, જે તેને અત્યંત ઝડપી અને સરળ કામગીરી આપશે. ભારતમાં આ ચિપસેટવાળા અન્ય સ્માર્ટફોન વિશે વાત કરીએ તો, Realme GT6, Poco F6 અને Honor 200 Pro જેવા ઉપકરણો પહેલાથી જ આ પ્રૉસેસર સાથે આવી ચૂક્યા છે.
ડિઝાઇન અને કલર ઓપ્શન
iQoo Neo 10R 5G ભારતમાં એક વિશિષ્ટ "Raging Blue" કલર વિકલ્પમાં લૉન્ચ થશે. આ ઉપરાંત તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં ફોનનો ડસ્ટી-ગૉલ્ડન વેરિઅન્ટ પણ જોવા મળ્યો છે, જે તેને વધુ પ્રીમિયમ લક આપે છે.
ડિઝાઇનની દ્રષ્ટિએ સ્માર્ટફોનમાં સ્ક્વૉવલ (ચોરસ + અંડાકાર) આકારનો કેમેરા મૉડ્યૂલ છે જે ડ્યૂઅલ-કેમેરા સેટઅપ ધરાવશે. આ કેમેરા સેટઅપમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ પણ હશે.
કેમેરા અને ડિસ્પ્લે સ્પેશિફિકેશન્સ
કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો હાલમાં કંપનીએ તેના કેમેરા વિશે કોઈ સ્પષ્ટ માહિતી શેર કરી નથી. પરંતુ લીક થયેલા અહેવાલો અનુસાર, iQoo Neo 10R 5G માં 50MP પ્રાથમિક કેમેરા અને 8MP વાઇડ-એંગલ લેન્સ હોવાની શક્યતા છે. વળી, તેમાં 1.5K OLED ડિસ્પ્લે પણ જોઈ શકાય છે, જે 144Hz સુધીના રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરશે.
બેટરી અને સ્ટૉરેજ
લીક્સ અનુસાર, પાવર માટે આ સ્માર્ટફોનમાં 6,400mAh ની શક્તિશાળી બેટરી પણ જોઈ શકાય છે. આ બેટરી યુઝરને લાંબા ગાળાનો બેકઅપ પણ આપશે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે આ ફોન 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે બજારમાં પ્રવેશી શકે છે.
કેટલી હશે કિંમત
હાલમાં કંપનીએ તેની કિંમત જાહેર કરી નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટફોન 30,000 રૂપિયાથી ઓછી કિંમતે લૉન્ચ થઈ શકે છે. સ્નેપડ્રેગન 8s Gen 3 પ્રોસેસરવાળા અન્ય ફોનની તુલનામાં, આ એક બજેટ ફ્રેન્ડલી ગેમિંગ સ્માર્ટફોન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો
BSNL એ 160 દિવસ સુધી સિમ એક્ટિવ રાખવા કર્યો મોટો જુગાડ, આ સસ્તા પ્લાનથી ગ્રાહકો ખુશ