નવી દિલ્હીઃ હંમેશા એવુ થાય છે કે આપણા પૈસા આપણે જેને મોકલવા માંગીએ છીએ, તેના બદલે બીજા કોઇના ખાતામાં (Bank Account) જતા રહે છે. ભૂલથી આપણા પૈસા બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહે છે, કેટલાક લોકો વિચારે છે કે પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Bank Money) જતા રહે તો પાછા નથી મળતા, પરંતુ એવુ નથી.
જો તમારા પૈસા ભૂલથી બીજાના એકાઉન્ટમાં (Money Getting Back Process) જતા રહેશે તો પણ તમને પાછા મળી શકે છે. આના માટે બેન્કની એક પ્રૉસેસ છે, જે તમારે જાણવી જરૂરી છે. જાણો શું છે આ ખાસ પ્રૉસેસ, જાણો....
ભૂલથી બીજાના ખાતમાં પૈસા ટ્રાન્સફર થાય ત્યારે કરો આ પ્રૉસેસ..... (Money Getting Back Process)
જો તમે ભૂલથી કોઇ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો સૌથી પહેલા તમારે બેન્કમાં જઇને જાણવુ જોઇએ કે કોના એકાઉન્ટમાં પૈસા ગયા છે.
હવે જે વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા છે, તેનો બેન્કમાં જઇને સંપર્ક કરો.
ભૂલથી પૈસા ટ્રાન્સફર થવાનુ પ્રૂફ આપીને તમને તમારા પૈસા પાછા મળી શકે છે.
રિઝર્વ બેન્ક અનુસાર, તમારી પરમીશન વિના પૈસા કાઢી લેવામાં આવે છો, તો તમારે ત્રણ દિવસની અંદર બેન્કને આ ઘટનાની જાણકારી આપવી પડશે. આમ કરવાથી તમારા પૈસા બચી શકે છે. બેન્ક તમારા એકાઉન્ટમાં પૈસા પાછા મોકલી દેશે.
આવી ઘટનાઓ વધી....
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લોકોના પૈસા કોઇ ભૂલના કારણે બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોય. આ ઉપરાંત ઓનલાઇન ફ્રૉડનો પણ લોકો વધુ પડતા શિકાર થઇ રહ્યાં છે. કેટલાક લોકોને બેન્કવાળા નામથી ફેક કૉલ પણ આવી રહ્યાં હોય છે. કોરોના કાળમાં આવી ઘટનાઓ બહુ ઝડપથી વધી રહી છે.