હરિદ્વારઃ ઉત્તરાખંડમાં ચાલી રહેલ મહાકુંભમાં જે વાતનો ડર હતો એ જ થયું. અહીં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં 102 તીર્થયાત્રીઓ અને 20 સાધુ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મેળામાં અનેક ધાર્મિક સંગઠનોના પ્રમુખોએ કોરોના ટેસ્ટ કરવાની ના પાડી દીધી હતી. પરિણામ એ આવ્યું કે હવે મેળાની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યારે આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું. ન તો માસ્ક કોઈના મોઢે જોવા મળી રહ્યા છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.


18 સાધુ-સંત કોરોના પોઝિટિવ


અખિલ ભારતીય અખાડા પરિષદનું માનીએ તો સોમવારે શાહી સ્નાનન માટે એક લાખ સાધુ-સંત ભેગા થયા હતા. હરિદ્વારના મુખ્ય મેડિકલ અધિકારી ડોક્ટર એસકે ઝાએ કહ્યું કે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સીએમઓએ જાણકારી આપતા કહ્યું કે, વિતેલા 24 કલાકમાં જૂના અખાડાના પાંચ, બે નિરંજની અખાડાના, નાથ અને અગ્નિ અખાડાના એક એક સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે કહ્યું કે, વિતેલા ચાર દિવસોમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના પ્રમુખ નરેન્ગ્ર ગિરી સહિત 18 સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમઓએ કહ્યું કે, નરેન્દ્ર ગિરીની તબિયત બગડતા તેમને એમ્સ હરિદ્વારમાં દાખલ કરવામાં આવ્યા છે.


દેહરાદૂનમાં હવે સાડા દસ કલાકથી નાઈટ કર્ફ્યુ


બીજી બાજુ દેહરાદુનમાં રમઝાન, નવરાત્રિ અને લગ્નને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યુનો સમય દસ કલાકથી વધારીને સાડા દસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મંગળવારે નવરાત્રી અને હાલમાં ચાલી રહેલ લગ્ન સીઝન અને રમઝાનનને ધ્યાનમાં રાખથા લોકોની સુવિધા માટે રાત્રી કર્ફ્યુનો સમય 10 કલાકથી વધારીને 10-30 કલાક કર્યો છે.


રાવતે લોકોને કોવિડ-19 નિયમોનું પાલન કરવાની અપીલ કરવાની સાથે જ તમામ ડીએમ અને એસપીને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. નોંધનીય છે કે, વિતેલા કેટલાક દિવસોમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધ્યા બાદ રાજ્ય મંત્રિમંડળે શુક્રવારે દેહરાદુન નગર નિગમ ક્ષેત્રમાં રાત્રે 10 કલાકથી સવારે પાંચ કલાક સુધી કર્ફ્યુ લગાવાવનો નિર્ણય કર્યો હતો.