નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની મોટોરોલાએ ફરી એકવાર માર્કેટમાં ધમાલ મચાવવા પોતાનો નવો સ્માર્ટફોન ઉતારી દીધો છે. આ વખતે કંપનીએ વર્ષ 2022ને ધ્યાનમાં રાખીને પોતાનો નવો Moto G Power (2022) લૉન્ચ કર્યો છે. આ ફોન જબરદસ્ત હાઇટેક ફિચર્સ અને ઓછી કિંમત વાળો છે. ખાસ વાત છે કે, ફોનમાં 90 હર્ટ્જ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે અને મીડિયાટેક હીલિયો જી37 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન ખાસ કરીને ફોટોગ્રાફીના શોખીનો માટે બનાવવામાં આવ્યો છે. 


Moto G Power (2022)ની કિંમત -
Moto G Power (2022)ની કિંમતની વાત કરીએ તો આ $199 (લગભગ 14,764 રૂપિયા) રૂપિયામાં મળી રહેશે. જેમાં 4જીબી રેમ અને 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ આવે છે. ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત $249 (લગભગ 18,473 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, ફોન સિંગલ Dark Grove કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 


Moto G Power (2022) ના ખાસ ફિચર્સ- 
આમાં ડ્યૂલ સિમ છે, એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. આ ફોનમાં 6.5 ઇંચની એચડી+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 90 હર્ટ્સ રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ઉપરાંત ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો જી37 પ્રૉસેસર છે. જેની સાથે 4 જીબી રેમ મળે છે. આ ફોનનુ સ્ટૉરેજ 64 જીબી અને 128જીબી સુધીનુ છે. 


ફોટોગ્રાફી માટે ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, આની સાથે ફોનમાં 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અવેલેબલ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમા 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. મોટો જી પાવર 2022માં 5,000 એમએચની બેટરી આપવામા આવી છે. જે 10 વૉટ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે. 


આ પણ વાંચો........


Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ


કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના


Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો


Indian Railways: ટ્રેનની ટિકિટ બુક કરાવવા પર મળશે 75% ડિસ્કાઉન્ટ, જાણો શું છે નિયમો અને કોણ લઈ શકે છે લાભ?


NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો


UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી