Moto G8 ના સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 6.4 ઈંચની મૈક્સ વિઝન એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. એસ્પેક્સ રેશ્યો 19:9નો છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે છે અને સિંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
Moto G8 માં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 4GB રેમ છે. તેની ઈન્ટર્નલ મેમરી 64GB છે જેને તમે માઈક્રો એસડી કાર્ડથી વધારી શકો છો.
આ સ્માર્ટફોન Android 10 પર ચાલે છે. મોટોરોલાના કેટલાક પોતાની એપ્સ પણ આપવામાં આવી છે.
Moto G8 માં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો છે, 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સ છે અને 2 મેગાપિક્સલનો મૈક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
Moto G8 માં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે અને ફોન સાથે કંપની 10W નું ચાર્જર આપી રહી છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં યૂએસબી ટાઈપ સી સહિત બ્લૂટૂથ, વાઈફાઈ અને જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.
Moto G8 ને હાલમાં બ્રાઝીલમાં લોન્ચ કરવામાં આવ્યો છે જ્યાં તેની કિંમત આશરે 21,000 રૂપિયા છે. આ સ્માર્ટફોનને પર્લ વાઈટ અને નેયોન બ્લૂ કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.