નવી દિલ્હીઃ ક્રિકેટની મોટી ટૂર્નામેન્ટ આઇપીએલ આ મહિનાના અંતમાં શરૂ થઇ રહી છે, પણ સુત્રોનુ માનીએ તો IPL 2020 કોરોના વાયરસના ભયના કારણે રદ્દ પણ થઇ શકે છે. આના પાછળ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રહેવાનુ મનાઇ શકે છે.

ચીનમાંથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર હવે ભારતમાં દિવસે દિવસે વધી રહી છે. કોરોનાના ભયના કારણે સરકારી તેમજ મોટો મોટો ખાનગી કાર્યક્રમ સતત રદ્દ થઇ રહ્યાં છે. હોળી જેવા તહેવારની ઉજવણી પણ શંકાસ્પદ છે. ત્યારે સુત્રોનુ માનીએ તો બીસીસીઆઇ આ મહિને 29 માર્ચે શરૂ થનારી આઇપીએલ 2020 ટૂર્નામેન્ટને પણ રદ્દ કરી શકે છે.



મનાઇ રહ્યુ છે કે, કોરોના વાયરસ હવાથી હવામાં ફેલાઇ રહ્યો છે, અને સ્ટેડિયમમાં લાખો લોકોની ભીડ જો આઇપીએલમાં ચીયર કરવા આવે તો કોરોના ફેલાવવાની સંભાવના વધી શકે છે. જેથી બોર્ડ ટૂર્નામેન્ટ રદ્દ કરવાનો નિર્ણય પણ લઇ શકે છે.



કોરોના વાયરસની અસર ભારતમાં વધી રહી છે, અને તાજા રિપોર્ટ પ્રમાણે 30થી વધુ કન્ફોર્મ કેસો સામે આવી ચૂક્યા છે.

જોકે, બીજીબાજુ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે, કોરોનાની અસર IPL 2020 ટૂર્નામેન્ટ પર નહીં પડે, બોર્ડ આઇપીએલના આયોજનને લઇને યોગ્ય પગલા ભરી રહ્યુ છે.