ફોલ્ડેબલ ઓએલઈડી ડિસ્પ્લેથી છે સજ્જ
મહેશ ટેલિકોમે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, મોટો રેઝર 2019 હવે 94,999માં મળશે. પહેલા આ ફોન 1,24,999 રૂપિયામાં મળતો હતો. ફોનની વાત કરીએ તો મોટોરોલાનો આ સ્માર્ટફોન એક ફોલ્ડેબલ ઓએલઈડી ડિસ્પ્લે સાથે આવે છે.
તેનો આસ્પેક્ટ રેશિયો 21: 9 છે. આ સ્માર્ટપોન એક ફોલ્ડેબલ ફોન બનાવવા માટે તેમાં એક સેકન્ડરી સ્ક્રીન પણ આપવામાં આવી છે. જે 800x600 પિક્સલ રિઝોલ્યૂશન અને 4: 3ના રેશિયો સાથે આવે છે. ફોનમાં સામેની બાજુએ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
6GB રેમ સાથે 128GBની સ્ટોરેજ
મોટોરોલાના આ સ્માર્ટફોનમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 710 SoCની સાથે આપવામાં આવ્યો છે. તેમાં 6જીબી રેમની સાથે 128જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટપોનમાં સ્ટોરેજ વધારી નથી શકાતી. તેમાં 2,510mAh ની બેટરી આપવામાં આવી છે.
મોટોરોલા રેઝર 2019માં પાછળની બાજુ 16-મેગાપિક્સલનો સિંગર કેમેરા આપવામાં આવ્યો છે. તેની સાથે જ તેમાં 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. ફ્રન્ટ કમેરે મેન સ્ક્રીન પર આપવામાં આવ્યો છે. જ્યારે 16 મેગાપિક્સલના બેક કેમેરા પણ સેલ્ફિ લેવા માટે સ્ક્રીનની સુવિધા આપવામાં આવી છે.
મોટોરોલા રેઝર 2019ની સ્પર્ધા Samsung Galaxy Z Flipની સાથે જે 6.7 ઇંચનો પોર્ટેબલ ડિસ્પ્લે 8 જીબી રેમ અને 256 જીબી મેમરી સાથે આવે છે.