Moto G54 5G Launched: સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલાએ આજે ભારતમાં બજેટ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. તમે ફ્લિપકાર્ટ દ્વારા મોબાઈલ ખરીદી શકશો. આમાં તમને 6000 mAh બેટરી, 50MP કેમેરા અને MediaTek Dimensity 7200 પ્રૉસેસરનો સપોર્ટ મળે છે. તમે ગ્રીન અને બ્લૂ કલરમાં સ્માર્ટફોન ખરીદી શકો છો. Moto G84 5G સાથે કંપની 1 વર્ષનાં OS અપડેટ્સ અને 3 વર્ષનાં સુરક્ષા અપડેટ્સ આપશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે કંપની આ સેગમેન્ટમાં 6000 mAh બેટરી ઓફર કરી રહી છે.
આટલી છે કિંમત -
Moto G84 5G ના 12GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત છે. સ્માર્ટફોનમાં 6.5-ઇંચની FHD પ્લસ ડિસ્પ્લે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000 mAh બેટરી છે. સામાન્ય ઉપયોગ પર આ ફોન 2 દિવસ સુધી આરામથી ચાલી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50MP OIS કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 16MP કેમેરા ઉપલબ્ધ છે. સ્માર્ટફોનની સુરક્ષા માટે તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
5 દિવસ પહેલા આ ફોન કર્યો હતો લૉન્ચ -
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કંપનીએ ભારતમાં Moto G84 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનું વેચાણ 8 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. 12/256GB માટે મોબાઈલ ફોનની કિંમત 19,999 રૂપિયા છે. જોકે કંપની ICICI બેંકના કાર્ડ પર ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સ્પેક્સ વિશે વાત કરીએ તો, તમને 5000 mAh બેટરી, 50MP કેમેરા અને સ્નેપડ્રેગન 695 પ્રૉસેસરનો સપોર્ટ મળે છે.
12 એ લૉન્ચ થશે iPhone 15 સીરીઝ -
Apple 12 સપ્ટેમ્બરે iPhone 15 સીરીઝ લૉન્ચ કરશે. આ વખતે આ સીરીઝ હેઠળ 5 ફોન લૉન્ચ થઈ શકે છે. નવું મૉડેલ iPhone 15 અલ્ટ્રા હોઈ શકે છે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કંપની પ્રૉ મૉડલ્સમાં 35 વૉટ ફાસ્ટ ચાર્જિંગ પ્રદાન કરી શકે છે. iPhone 15ની કિંમત ભારતમાં 80,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.