અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત સંગઠનના સંયોજક તરીકે અરવિંદ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે.
અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ પદે દીલિપદાસજીનું નામ જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તમામ સાધુ-સંતો, મહામંડલેશ્વરોને સાથે મળીને કામ કરીશું. વિવાદોથી દુર રહીને એકસાથે કામ કરીશુ.
ઉલ્લેખનિ છે કે, સાળંગપુર હનુમાનજીના મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રો બાદ નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ઈતિહાસ છે. નૌતમ સ્વામીના આ વિવાદ બાદ ગુજરાતના સાધુ સંતો આકરા પાણીએ હતા અને હનુમાનજીના અપમાનને મુદ્દે ઉગ્ર વિરોધના મૂડમાં હતા આ સમયે 3 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે મળેલી અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારિણીએ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. આ સ્થાને હવે મહંત દિલીપદાસ મહારાજની વરણી કરવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમાને સહજાનંદ સ્વામીના ચરણોમાં પ્રણામ કરતા ભીંત ચિત્રોમાં દર્શાવાતા આ સમગ્ર વિવાદ સર્જાયો છે. હનુમાનજી મહારાજ માત્ર રામ ભક્ત છે અને ખુદ સર્વશક્તિમાન ઇશ્વરિય શક્તિ છે તેને સહજાનંદર સ્વામીને પ્રણામ કરતા દર્શાવવાતા સાધુ સંતોએ હનુમાનજીના અપમાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કર્યો હતો. આ વિરોધમાં વીએપચી સહિત સાધુ સંતો અને બહ્મસમાજ સહિતના અનેક સંગઠનો જોડાયા હતા.આ સમયે નૌતમ સ્વામી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદે હતા જેને હટાવ્યાં બાદ હવે દિલીપદાસ મહારાજની નિમણુક કરવામાં આવી છે.
આ પણ વાંચો
G-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ ન આવવા અંગે વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહી આ વાત
Rain forecast: ભારે પવન, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ થશે જળબંબાકાર
ERPના અમલીકરણના પગલે હસ્તકલા-હાથશાળની વસ્તુઓના વેચાણમાં થયો વધારો