નવી દિલ્હીઃ મોટોરોલાને અત્યાર સુધીનો સૌથી તગડો સ્માર્ટફોન Motorola Defy લૉન્ચ થઇ ગયો છે. આને મોટોરોલાએ Bullitt Groupની સાથે મળીને બનાવ્યો છે. જેના માટે Bullitt Groupએ આ વર્ષ ભાગીદારી કરી હતી. મોટોરોલાએ દાવો કરતા કહ્યું કે તેનો આ ફોન અત્યાર સુધીનો સૌથી મજબૂત સ્માર્ટફોનમાંનો એક છે. તેનુ કહેવુ છે કે આ સ્માર્ટફોન મિલિટ્રી ગ્રેડ જેટલો મજબૂત છે. 


કંપનીએ દાવો કરતા બતાવ્યુ કે - Motorola Defyને IP68 વૉટરપ્રૂફ રેટિંગની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપની અનુસાર, Motorola Defyને પાણીની અંદર 1.5 મીટર સુધીની ઉંડાઇમાં 35 મિનીટ સુધી કોઇ નુકશાન નથી થઇ શકતુ. વળી, તેનો આ સ્માર્ટફોન 6 ફૂટની ઉંચાઇથી વારંવાર પડવાથી પણ નહીં તુટે.


સ્પેશિફિકેશન્સ........
Motorola Defyને 6.5 ઇંચની HD+ ડિસ્પ્લેસની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોન 4 GB RAM અને 64 GB ની ઇન્ટરનલ સ્ટૉરેજ અને ડ્યૂલ સિમ સ્લૉટની સાથે છે. આની સ્ટૉરેજ ક્ષમતાને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 662 SoC પ્રૉસેસર પર કામ કરે છે. 


Motorola Defy ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવી રહ્યો છે. જેમાં પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલ, મેક્રો કેમેરા 2 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામા આવ્યુ છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી કેમેરા માત્ર 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. Motorola Defy ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આમાં 20W ટર્બો ચાર્જરની સાથે 5,000mAhની બેટરી આપવામાં આવી છે. ભારતમાં આની કિંમત 29 હજારની આસપાસ છે. 


Oppo F19 Pro સાથે થશે ટક્કર- 
Moto G 100ની ટક્કર ભારતમાં Oppo F19 Pro સાથે થઇ શકે છે. આ ફોનમાં 6.4 ઇંચ AMOLED ડિસ્પ્લે છે, જેનુ રિઝૉલ્યૂશન 2400 x 1800 પિક્સલ છે. આની ડિસ્પ્લેને ગોરિલ્લા ગ્લાસથી પ્રૉટેક્શન આપવામા આવ્યુ છે. ફોન MediaTek Helio P95 SoC પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામે કરે છે. આમાં  8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકો છો. ફોનની કિંમત 21,490 રૂપિયા છે.