Motorola Edge 50 Ultra Smartphone Launched: જો તમે પણ મોટોરોલાના લવર છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે કંપનીએ પોતાનો નવો ફોન Motorola Edge 50 Ultra લૉન્ચ કર્યો છે. આ ફોન મોટોરોલા કંપનીની એજ 50 પ્રો અને એજ 50 ફ્યૂઝન સીરીઝનો ભાગ છે. આ ફોન ઘણા દમદાર ફિચર્સ અને વૂડન રીઅર પેનલ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.


આ Motorola ફોનની કિંમતની વાત કરીએ તો, Motorola Edge 50 Ultra ભારતમાં 59 હજાર 999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોન લૉન્ચ થયા બાદ ગ્રાહકોને કંપની દ્વારા 5,000 રૂપિયાનું પ્રારંભિક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ડિસ્કાઉન્ટ પછી આ ફોનની કિંમત જુઓ તો તે 54 હજાર 999 રૂપિયા હશે. આ સાથે તમે બેંક ઑફર્સનો લાભ લઈને આ ફોન પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ફોનનું પહેલું વેચાણ 24 જૂને બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.


Motorola Edge 50 Ultraના સ્પેશિફિકેશન્સ 
ફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં તમને ઘણા ફિચર્સ મળવાના છે. આ સાથે તેના વૂડન લૂકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.


ડિસ્પ્લે: - 
આ મોટોરોલા ફોનમાં 6.7 ઇંચની પોલેડ ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ફોનમાં 2800 nits પીક બ્રાઈટનેસ છે.


પ્રૉસેસર અને સ્ટૉરેજઃ - 
આ સ્માર્ટફોનમાં તમને Qualcomm Snapdragon 8s Gen 3 પ્રૉસેસર મળે છે. સ્ટૉરેજની વાત કરીએ તો તેમાં 16 જીબી સુધીની રેમનો વિકલ્પ છે.


કેમેરાઃ - 
આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. તેનો પ્રાથમિક લેન્સ 50 MPનો છે. આ ઉપરાંત 50 MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 64 MP પેરિસ્કોપિક ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ છે.


બેટરી: - 
ઉપકરણને પાવર કરવા માટે 4500mAh બેટરી આપવામાં આવી છે, જે 125W ટર્બો પાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.