iPhone 16 Discount Offer: જો તમને એપલ ફોન પસંદ છે અને નવો iPhone 16 ખરીદવા માંગો છો તો તમારે મુકેશ અંબાણીની રિલાયન્સ ડિજિટલની ઑફર વિશે જાણવું જ જોઈએ. તમને રિલાયન્સ ડિજિટલમાં ઓછી કિંમતે iPhone 16 મળશે. આ સિવાય તમને બેન્ક ડિસ્કાઉન્ટ અને N0-Cost EMIનો લાભ પણ મળશે.


આઇફોન 16 સીરિઝ 9 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી હતી. લોકો આ ફોનને વહેલી તકે ખરીદવા માંગે છે. જોકે iPhone 16 128GB વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા છે, પરંતુ રિલાયન્સ ડિજિટલ પર 5 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.


iPhone 16 No-Cost EMI વિકલ્પ


જો તમારી પાસે ICICI, SBI, કોટક બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, તો તમે તેનો ઉપયોગ કરીને 5,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તે પછી આ ફોનની કિંમત 74,900 રૂપિયા થઈ જશે. આ સિવાય નો-કોસ્ટ EMI વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ છે. જો તમને નો કોસ્ટ ઈએમઆઈ મળે છે તો તમારે 6 મહિના માટે દર મહિને 12,483 રૂપિયા ચૂકવવા પડશે.


iPhone 16 ની ખાસ ફીચર્સ


iPhone 16 Plusમાં કંપનીએ 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે, Dynamic Island, True Tone, P3 Wide Colour અને 2000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપી છે. આ ફોનમાં પ્રોસેસર માટે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોન iOS 18 પર આધારિત સોફ્ટવેર પર ચાલે છે. આ ફોનને 128GB, 256GB અને 512GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.


આ ફોનમાં એક્શન બટન, એપલ ઈન્ટેલિજન્સ અને કેમેરા કંટ્રોલ બટન જેવા ઘણા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ ફોનને કુલ 5 રંગોમાં લોન્ચ કર્યો છે - બ્લેક, વ્હાઇટ, પિંક, ટીલ અને અલ્ટ્રામરીન કલર્સ. ફોનમાં Li-ion, MagSafe, Qi2, Qi વાયરલેસ ચાર્જિંગ અને USB Type-C વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.                                                                                       


Jio-Airtel સામે દેસી કંપનીની ધમાલ, ત્રણ મહિના સુધી ફ્રી ઇન્ટરનેટ, સાથે 18 ઓટીટી સબ્સક્રીપ્શન અને સ્માર્ટ ટીવી