Mumbai Online Task Fraud: મુંબઈની 37 વર્ષીય મહિલા બેંકર પાસેથી ઓનલાઈન ટાસ્ક ફ્રોડ (Fraud)નો કેસ સામે આવ્યો છે, જેમાં મહિલા સાથે 54 લાખનો ફ્રોડ (Fraud) થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ઐરોલીની રહેવાસી છે અને મલાડની એક બેંકમાં નોકરી કરે છે. મહિલા પાર્ટ ટાઈમ (Part Time) કમાણી શોધી રહી હતી, ત્યારબાદ તે ઓનલાઈન ટાસ્ક ફ્રોડ (Fraud)ની જાળમાં ફસાઈ ગઈ.


વાસ્તવમાં 7 મેના રોજ મહિલાને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં એક મહિલાએ પોતાનો પરિચય એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીના HR તરીકે આપ્યો હતો. આ સાથે મહિલા બેંકરને ઘરે બેઠા ફ્રીલાન્સ કામ કરવાની તક પણ આપવામાં આવી હતી અને તેને ઓનલાઈન રેટિંગ અને રેસ્ટોરન્ટની સમીક્ષાનું કામ આપવામાં આવ્યું હતું, જેમાં 100 રૂપિયાથી 1000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આટલું જ નહીં, મહિલાને મનાવવા માટે ડેમો ટાસ્ક પણ કરવામાં આવ્યો, જેના કારણે મહિલાના ખાતામાં 200 રૂપિયા આવી ગયા.


જ્યારે મહિલાના ખાતામાં 200 રૂપિયા આવી ગયા તો તે વિશ્વાસ કરવા લાગી. છેતરપિંડી (Fraud) કરનાર વ્યક્તિએ મહિલા સાથે એક ટેલિગ્રામ લિંક શેર કરી હતી અને તેને આગળના કામ માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું કહ્યું હતું. આ કામ માટે તેને 1000 રૂપિયાની પ્રીપેડ રકમ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. આનાથી મહિલાને 500 રૂપિયાનો ફાયદો થયો. આ પછી, 8 મેના રોજ, મહિલાએ પ્રીપેડ ટાસ્ક માટે 11 ટ્રાન્ઝેક્શનમાં 54 લાખ 30 હજાર રૂપિયાનું રોકાણ કર્યું.


મહિલાએ આ 54 લાખ રૂપિયા ખૂબ જ મુશ્કેલીથી ભેગા કર્યા હતા. આમાંથી કેટલાક પૈસા મહિલાની બચત હતા અને કેટલાક તેના સંબંધીઓ પાસેથી લોન તરીકે લેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે મહિલાએ પોતાનું રોકાણ પાછું ખેંચી લેવાની વાત કરી તો તેને વધુ પૈસા રોકવા માટે કહેવામાં આવ્યું. હવે મહિલા સમજી ગઈ કે તેની સાથે છેતરપિંડી (Fraud) થઈ છે. આ સમગ્ર ઘટના બાદ પીડિત મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં મહિલાએ પોલીસને કોન્ટેક્ટ નંબર, લિંક, ટેલિગ્રામ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની વિગતો આપી હતી.                     


આ પણ વાંચોઃ


સાવધાન! WhatsApp પર આવી ગઈ ફ્રોડની નવી રીત, રાતોરાત તમે કંગાળ થઈ જશો