How to Play Games on Netflix: દર અઠવાડિયે લોકોને લોકપ્રિય OTT એપ્લિકેશન (OTT Apps) Netflix (Netflix) પર નવી ફિલ્મો અને સીરીઝ જોવા મળે છે. યૂઝર્સના અનુભવને વધુ મજેદાર બનાવવા માટે કંપની સમયાંતરે નવા અપડેટ્સ આપતી રહે છે. નેટફ્લિક્સે (Netflix) હવે યૂઝર્સને મનોરંજનની સાથે ગેમિંગની (Games) સુવિધા પણ આપી છે. યૂઝર્સ હવે આ પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારની રમતો પણ રમી શકે છે. તમે તેને ડાઉનલૉડ કરીને પ્લે પણ કરી શકો છો.
Android અને iOS બંને યૂઝર્સ Netflix પર ગેમનો (Games) અનુભવ કરી શકે છે. જો તમારી પાસે નેટફ્લિક્સનું (Netflix) સબ્સ્ક્રિપ્શન પણ છે, તો તમે નેટફ્લિક્સ ગેમ્સ (Netflix Games) પણ રમી શકો છો. આવો, અમે તમને જણાવીએ કે એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ આ ગેમ કેવી રીતે રમી શકે છે.
કઇ રીતે આ ગેમ રમી શકે છે Android યૂઝર્સ ? (How to Play Netflix games on Android)
એન્ડ્રોઇડ યૂઝર્સે આ ગેમ રમવા માટે પહેલા નેટફ્લિક્સ એપ ઓપન કરવી પડશે.
અહીં તમે Netflix માં ગેમ્સને ડેડિકેટેડ એક સેક્શન દેખાશે.
આ પછી તમને ઘણી Netflix ગેમ જોવા મળશે.
આ પછી તમે તમારી પસંદગીની રમત પસંદ કરો.
અહીં તમે ‘Get Game’ નો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો.
આ પછી તમને Google Play Store પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
અહીંથી તમે કોઈપણ Netflix ગેમ ડાઉનલોડ કરી શકો છો.
iOS પર કઇ રીતે રમી શકે છો ગેમ ? ((How to Play Netflix games on iOS)
સૌ પ્રથમ તમારા iOS ઉપકરણમાં Netflix એપ્લિકેશન ઓપન કરો.
અહીં તમે Netflix માં ગેમ્સને ડેડિકેટેડ એક સેક્શ દેખાશે.
આ પછી તમને ઘણી Netflix ગેમ જોવા મળશે.
આ પછી તમે તમારી પસંદગીની રમત પસંદ કરો.
હવે તમારી સામે App Store વિન્ડો ખુલશે.
અહીં તમારે ગેમ રમવા માટે ગેમ ડાઉનલોડ કરવી પડશે.
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમે Netflix પર ગેમ રમી શકશો.