Netflix Stream Fest હેઠળ હવે 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સવારે 8.59 વાગ્યા સુધી નેટફ્લિક્સ પર ફ્રીમાં વેબ સીરિઝ, મૂવી જોઈ શકાશે. આ પહેલા 5-6 ડિસેમ્બરે Netflix ફ્રીમાં આપવામાં આવ્યું હતું.
જો કે, આ વખતે પણ Netflix Stream Fest હેઠળ ફ્રી નેટફ્લિક્સ જોવાનો નિયમ એ જ રહેશે. એટલે કે તેના માટે નેટફ્લિક્સ પર સાઈન અપ કરવું પડશે. જો તમે પહેલાથી જ નેટફ્લિક્સ સબ્સક્રાઈબર છો તો આ તમારા માટે નથી. નેટફ્લિક્સ સબ્સક્રાઈબર નથી તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
નેટફ્લિક્સ સ્ટ્રીમ હેઠળ ફ્રી નેટફ્લિક્સના કન્ટેન્ટ જોવા માટે તમારે કાર્ડ ડીટેલ્સ આપવાની જરૂર નથી. જો કે, ઈ -મેલ આઈડી અને ફોન નંબર સહિત જરૂરી જાણકારી આપી એકાઉન્ટ બનાવવું પડશે.