Netflix Basic Plan: નેટફ્લિક્સ તેના સૌથી સસ્તા એડ-ફ્રી ટિયરને ખતમ કરવા જઈ રહ્યું છે. કંપનીએ આ અંગે કામ પણ શરૂ કરી દીધું છે. Netflix તેના કેટલાક યુઝર્સને તેમની Netflixની મેમ્બરશીપ ચાલુ રાખવા માટે એક નવો પ્લાન પસંદ કરવા માટે કહી રહ્યું છે, જેને યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર પોસ્ટ કરી રહ્યાં છે.


યુઝર્સે Reddit પર પોસ્ટ કર્યું


Reddit પર પોસ્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે તેને Netflix તરફથી એક નોટિફિકેશન મળ્યું છે, જેમાં લખ્યું છે કે તમે Netflix માત્ર 13 જુલાઈ સુધી જોઈ શકો છો. જો તમે પ્લાન ચાલુ રાખવા માંગતા હોવ તો બેઝિક પ્લાન માટે 11 ડોલર કરતાં વધુ ચૂકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સેને 6.99 ડોલર એડ સપોર્ટેડ ટિયર અથવા 22.99 ડોલર માટે એડ ફ્રી 4K પ્રીમિયમ પ્લાન પસંદ કરવો પડશે. અન્ય યુઝર્સે Reddit પર સમાન પોસ્ટ્સ કરી છે. જોકે આ યુઝર્સ મોટે ભાગે કેનેડા અને યુકેના છે.


આ જાહેરાત પહેલા પણ કરવામાં આવી છે


નેટફ્લિક્સે જાન્યુઆરીમાં તેના બેઝિક પ્લાનને ખત્મ કરવાની જાહેરાત કરી દીધી હતી. નેટફ્લિક્સે કહ્યું હતું કે તે કેનેડા અને યુકેથી શરૂ કરીને વર્ષના બીજા ક્વાર્ટરમાં વર્તમાન યુઝર્સ માટે ટિયર હટાવી રહ્યું છે. Netflix ના પ્રાઇસ પેજ પર લખેલું છે કે બેઝિક પ્લાન પ્લાન બંધ કરી દેવામાં આવ્યો છે અને તમે કોઈપણ સમયે તમારો પ્લાન બદલી શકો છો.


ગયા વર્ષે પણ નેટફ્લિક્સે યુએસ, કેનેડા અને યુકેમાં નવા અથવા પરત આવનારા યુઝર્સ માટે તેના બેઝિક પ્લાનને બંધ કરી દીધો હતો. નેટફ્લિક્સે યુએસ અને યુકેમાં ફેરફાર કરતા પહેલા ગયા વર્ષે કેનેડામાં તેના બેઝિક પ્લાન માટે નવા સબ્સ્ક્રાઇબર્સને સાઇન અપ કરવાનું બંધ કરી દીધું હતું. હાલમાં Netflix એ હજુ સુધી જણાવ્યું નથી કે તે અમેરિકામાં હાલના યુઝર્સ માટે બેઝિક પ્લાનને ક્યારે સમાપ્ત કરવાનું શરૂ કરશે.